લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી. તેલંગાણામાં જી. કિશન રેડ્ડીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશમાં કમાન સોંપવામાં આવી છે. પંજાબમાં કોંગ્રેસમાંથી આવેલા સુનીલ જાખડને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બાબુ લાલ મરાંડીને ઝારખંડમાં જવાબદારી સોંપવામાં આવી છે.
BJPએ ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી, જાણો કયા રાજ્યમાં કોણે મળી જવાબદારી
