અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ એ સૌથી મુખ્ય સમસ્યા હતી. પ્રદુષિત પાણી, ગંદકી અને દુર્ગંધ જેવી સમસ્યાઓને કારણે ઘણા લોકોને ત્યાં રોગ અને ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. જેથી કોંગ્રેસનું કહેવું છે કે, લાંબા સમયથી આ સમસ્યા સામે લડત ચલાવી.
ત્યારે હવે મુખ્યમંત્રીએ કેનાલના ભૂગર્ભ બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રકારે ઉલ્લેખ સાથેના કેનાલ પર કોંગ્રેસનો આભાર માનતા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસ દ્વારા પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો હતો કે, 1200 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી પરંતુ કામ પૂર્ણ ના થતા કોંગ્રેસે ફરી તેનો વિરોધ કર્યો હતો.
ખાસ કરીને તેમાં પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો હતો કે, કપિલ દેસાઈનો ખૂબ ખૂબ આભાર, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ દ્વારા 7 વર્ષથી ખારીકટ કેનાલ મુદ્દે ચલાવવામાં આવેલ લડત બાદ સરકાર ઝૂકી તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલ સહીતના નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા. બજેટમાં ખારીટન કેનાલના ડેવલપમેન્ટને લઈને ઉલ્લેખ કરાયો હતો ત્યારે આ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.