ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એક બીજી પાર્ટી પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે ત્યારે પ્રભારી રઘુ શર્માએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું, કે, ભાજપ દ્વારા ડબલ એન્જિન સરકાર કહીને પ્રચાર કરી રહ્યું છે.ત્યારે ડબલ એન્જિન સરકાર પર કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ કટાક્ષ કરતા કહ્યું હતું કે
ભાજપ દ્વારા ડબલ એન્જિનની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતનું એન્જિન ચાર વર્ષની અંદર ફેલ થઈ ગયું છે.
દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે. આવનાર વિધાનસભાની ચૂંટણીને ટાંકીને તેમને કહ્યું કે, 2022માં એક એન્જિન નીકળી જશે તેમજ આવનાર લોકસભા ઈલેક્શનમાં એટલે કે, 2024માં બીજું એન્જિન પણ નીકળી જશે.
કોંગ્રેસ દ્વારા મીડિયા સામે એક પછી એક પ્રહારો કરવામાં આવ્યા હતા. સોમવારના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર પ્રસારના અભિયાનનો પ્રારંભ પણ કોંગ્રેસ દ્વારા પૂરજોસથી વધારવામાં આવશે ત્યારે મીડિયા સમક્ષ આમ આદમી પાર્ટી અને ભાજપ પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ જગદીશ ઠાકોરે પણ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સરકારમાં પરીવર્તન લાવવામાં આવશે આ ઉપરાંત બેરોજગારીમાં પરીવર્તન લાવવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.