ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 30 મી થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ જન સુધી પહોંચશે આ કાર્યક્રમ અંતર્ગત નવસારી ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ જી આજે નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સરપોર ગામે 51 આવાસો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદએકસપ્રેસ હાઇવે ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.ત્યાર બાદ કછોલ ખાતે આવેલ બુલેટ ટ્રેન ની કામગીરી નું નિરીક્ષણ કરવામાં હતું.
ત્યારબાદ અડદા ખાતે જુના કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેકટરી માં માજી ચેરમેન જયંતીભાઈ પટેલ ની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તાર માં ચાલી રહેલ ઇટાળવા તળાવ અને નવસારી શહેર માં ટાઉનહોલ ની કામગીરી ની મુલાકાત લીધી.એમની સાથે નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મંત્રી શીતલબેન સોની,જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ,નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીખુભાઇ આહીર,જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,માજી ધારાસભ્ય પીયૂષભાઇ દેસાઈ,પ્રેમચંદભાઈ લાલવાણી સહિત ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.