ગુજરાતમાં ચુંટણીઓના ધમધમાટ શરૂ થઈ ગયો છે દરેક પાટીૅ ની સેન્સ પ્રકિયાનો આરંભ શરૂ થઈ ગયો છે ત્યારે આજે જુનાગઢ ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય પર પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરિક્ષકો રમણભાઈ વોરા જુગલજીભાઈ ઠાકોર સહિત ના ત્રણ નેતાઓ સાત વિધાનસભાની સેન્સ લેવા માટે આવ્યા છે
અને તેઓ ભાજપ ના દાવેદારો જીલ્લા ભાજપ કાર્યાલય પર વારા ફરતી વારા પ્રમાણે બોલાવી તેમને મળી રહીયા છે ત્યારે દરેક વિધાનસભા માંથી અપેક્ષિત લોકોની હાજરીમાં વિધાનસભા બેઠક ના કંમાક મુજબ દાવેદારો નો વારો અને સમય અપાયો છે અને તે મુજબ દાવેદારો પોતાના બાયોડેટા સાથે નિરિક્ષકો ને વારા મુજબ મળી રહીયા છે
ત્યારે વિધાનસભાની ચૂંટણી નો ધમાકેદાર નવા વષૅથી પ્રારંભ થયો છે અને તમામ વિધાનસભાની સીટ ભાજપ દાવેદારો આજે નિરિક્ષકો ને પોતાની રજૂઆત સાથે ના બાયોડેટા સાથે નિરિક્ષકો ને મળી પોતે જીતી શકે તેમ છે તેવી પોતાની રજૂઆત કરી રહ્યા છે ત્યારે ગત વિધાનસભાની વાત કરવામાં આવે તો જુનાગઢ જીલ્લામાંથી માત્ર ભાજપ ને એક બેઠક કેશોદ વિધાનસભાની મળી હતી ત્યારે આ વખતે તમામ બેઠકો અંકે કરવા માટે ભાજપ ઝોર લગાવી રહીયું છે અને તે મુજબ ના મુરતિયાઓની પ્રસંદગી થશે ? તેવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે