કોંગ્રેસે આજથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષના નેતાઓને એક કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆર પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં લાગેલા છે.
ભારતીય જનતા પાર્ટીએ આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. એક બાજુ વિપક્ષના નેતા એક જૂથ થઇ રહ્યા છે ત્યારે ભાજપ સામે આગામી લોકસભાની ચૂંટણીમાં દેશના તમામ પક્ષ સાથે ચૂંટણી લડવી પડશે અને તે માટે કપરા ચઢાણ છે જો કે ભાજપ અત્યાર સુધીમાં તેની રણનીતિમાં સફળ થયું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ કેવી રાનીનીતિ તૈયાર કરશે.
લોકસભા 2024ની ચૂંટણીને હજુ બે વર્ષ જેટલો સમય છે તેમ છતાં ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે અને કેન્દ્રીય નેતાથી લઈને ભાજપ શાસિત રાજ્યના નેતાઓને જુદા જુદા કાર્ય સોંપવામાં આવવાની સંભાવના છે. હાલ ભાજપનું ફોક્સ નજીક આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પણ છે. ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે આ રીતે તૈયારી કરી શકે છે.
1. હારેલી સીટો પર નજર
ભારતમાં લોકસભામાં 543 ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે તેમાંથી ભાજપ પાસે અત્યારે 303 સભ્યો છે જેથી તેની પાસે બહુમત છે. આમાંથી 150 સીટો એવી છે જેમાંથી 2019ની ચૂંટણીમાં ભાજપ બીજા નંબર પર રહી હતી. હવે પાર્ટી આ 150 સીટો પર નજર રાખશે. જે કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો તેના પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
2. સરકારમાં સગંઠન અને કાર્યકર્તાનું સન્માન
ગૃહમંત્રી અમિત શાહે થોડાક દિવસ પહેલા જ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રી બીએલ સંતોષની સાથે બેઠક કરી હતી. તેમાં તેમણે ચોખ્ખું કહ્યું હતું કે જે જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં સંગઠન અને પાર્ટી કાર્યકર્તાઓનું પૂરું સન્માન થવું જોઈએ. કાર્યકર્તા અને સંગઠનથી મોટી સરકાર નથી.
3. કેન્દ્ર અને રાજ્યોના મંત્રીઓને આપી જવાબદારી
ભાજપ દ્વારા જે સીટો પર હાર મળી છે અને તેની સાથે તે સીટો પર પણ ખાસ ધ્યાન આપશે જે સીટો પર ભાજપ નબળી પડી રહી છે. આ સીટો પર સર્વે કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ પર જવાબદારી હશે.
4. સરકારી યોજનાઓનો પ્રચાર
કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી યોજનાઓનો સૌથી વધુ પ્રચાર કરવામાં આવશે. દરેક મતદાતા સુધી આ યોજનાની જાણકારી પહોંચે તે માટે સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓને જવાબદારી અપાઈ રહી છે. સંગઠનના કાર્યકર્તાઓને જ જવાબદારી આપવામાં આવી છે કે આ યોજનાની જાણકારી તેમજ ફાયદાઓ અપાવે.
5.દલિત અને ઓબીસી વર્ગ પર ફોકસ
ભાજપ આગામી ચૂંટણી માટે દલિત ઓબીસી વર્ગ પર પણ વિશેષ ભાર મુકવાનો પ્લાન બનાવ્યો છે. દલિત અને ઓબીસી વર્ગને આ કહેવામાં આવશે કે ભાજપે પહેલી વખત દેશમાં દ્રૌપદી મુર્મુ જેવા આદિવાસી વ્યક્તિને ભારતના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. આ સાથે એ પણ જણાવવામાં આવશે કે ભાજપ ગરીબ, પીંછડાં તેમજ વંચિત વર્ગનો ખ્યાલ રાખે છે.