આગામી દોઢ વર્ષમાં દેશનાં 7 જેટલા વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાવવાની છે અને તે પહેલા ભાજપે મોટી તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપનું ફોકસ દલિત વૉટર્સ મેળવવાનું છે, જેમની રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં સારી આબાદી છે. આ જ ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે સામાજિક ન્યાય મંત્રાલયને 950 કરોડ રૂપિયાનું ફંડ ફાળવેલ છે. આ ફંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્કમ જનરેશન સ્કીમો માટે આપવામાં આવ્યું છે. આ મોટું ફંડ આઠ મંત્રાલયોનાં ફંડથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, જે તેઓ ખર્ચી શક્યા ન હતા. માનવામાં આવે છે કે આ માધ્યમથી કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ સમુદાયનાં લોકો પર ખાસ ફોકસ કરી શકશે.
ડેવલપમેન્ટ એક્શન પ્લાન અને ફોર શેડ્યૂલ્ડ કાસ્ટ્સ હેઠળ 41 મંત્રાલયોએ પોતાનાં કુલ બજેટનાં 2 થી 20 ટકા અનુસૂચિત જાતિઓનાં કલ્યાણ માટે ખર્ચ કરવા પડે છે. પરંતુ મોટાભાગનાં મંત્રાલયો આમ ન કરી શક્યા અને ઘણા મંત્રાલયોએ અન્ય સ્કીમો પર જ ફંડ ખર્ચ કરી નાખ્યું છે. આવામાં સરકારે હવે 8 મંત્રાલયોનાં વધેલા 950 કરોડ રૂપિયાને સામાજિક ન્યાય મંત્રાલયને આપ્યા છે, જેથી અનુસૂચિત જાતિ વર્ગ સાથે જોડાયેલ સ્કીમો પર ખર્ચ થઈ શકે.
સરકાર તરફથી જે મંત્રાલયોનાં ફંડને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, તેમાં પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ, વાણિજ્ય, રસ્તા તથા પરિવહન, ખનન, કોલસો, ખોરાક અને લોજિસ્ટિક્સ પુરવઠો, ફૂડ પ્રોસેસિંગ અને ટેલિકોમ મિનિસ્ટ્રી પણ સામેલ છે. આવામાં નાણા મંત્રાલયે વધેલા 950 કરોડ રૂપિયાનાં ફંડને સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રાલયને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલી વાર છે, જ્યારે નાણા મંત્રાલએ કોઈ મિનિસ્ટ્રીની વાહદેલી રકમને સોશિયલ તથા જસ્ટિસ મિનિસ્ટ્રીને ટ્રાન્સફર કરી છે. 27 જુલાઇનાં રોજ જ વ્યય વિભાગ તરફથી આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ રકમને ખર્ચ કરવા માટે 4 યોજનાઓને પણ નક્કી કરવામાં આવી છે, જેમાં ડૉ. આંબેડકર ઉત્સવ ધામ યોજના છે. આ યોજના હેઠળ ગામોમાં કમ્યુનિટિ હૉલ બનાવાશે. એક યોજના પીએમ અમૃત જલધારા છે, જેની હેઠળ દલિત સમુદાયનાં લોકોની જમીનો પર સિંચાઇ સાથે જોડાયેલ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, બે અન્ય સ્કીમો પણ છે, જેમાં આ રકમ ખર્ચ કરવામાં આવશે.