બિલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માટે આજે પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. આ વોર્ડમાં ત્રણેય પાર્ટીઓએ અનામત વોર્ડ માટે મહિલા ઉમેદવારોને ઉભાં રાખ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના હેતલ મનીષ દેસાઇએ 2033 મતો મેળવીને વોર્ડ જીતવામાં સફળતા મેળવી છે. અહીં આમ આદમી પાર્ટીના ભારતીબેન સોલાએ 124 મતો મેળવીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અર્ચના સોલંકીને 215 મતો મળતાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં કુલ 2372 મતદારોએ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્રણેય ઉમેદવારો ઉપરાંત નોટા પર પણ 36 લોકોએ પસંદગી ઉતારી હતી.
ADVERTISEMENT