ભાજપનો માસ્ટર સ્ટ્રોક ચુંટણીના જુજ દિવસો પેહલા
ઇંપેક્ટ ફી નો કાયદો વટહુકમ થી પાસ
શું તમારી પાસે બાંધ કામનું કંપ્લીશન સર્ટી નથી ? શું બીયુ પરમીશન નથી મળી રહ્યુ ? શું તમે જીડીસીઆર નો ભંગ કરી ને કોઇ બાંધકામ ઉભુકર્યુ છે ?
તો તમારા માટે રાજી થવા જેવા સમાચાર.
ગુજરાતમાં હજારો કરોડના બાંધકામો છે, જેને નીયમોને નેવે મુકી અને ઉભાકરાયા છે. જીડીસીઆરનો ભંગ કરીને બનાવાયેલા બાંધકામોમાં બીયુપરમીશન મળવી શક્યન હોય, ગેર કાયદે ઉભાકરાયેલા બાંધ કામને કાયદેસર કરવા માટે જાદુ ની છળી જેવો ઇંપેક્ટ ફી નો કાયદો રાજ્યપાલ નાવટહુકમ દ્વારા વિધાનસભાને બાયપાસ કરી અને મંજુર થઇ ગયો છે.
જુના અને નીયમો ની બહાર રહી ને બનાવાયેલા બાંધકામ ને કાયદેસર કરી અને જીડીસીઆર નો બરાબર અમલ થાય તેવા ઉદેશ્યથી પ્રથમ વારઇંપેક્ટ ફીનો કાયદો આવેલો, જે પાછળ થી ખોટા બાંધકામ જે કાયદા ની બીક વગર ઉભા કરાયેલા હોય, તેવા બાંધકામને કાયદેસર કરવાનુંસાધન બની ગયો, માટેજ માત્ર એક વખત લાવવાનો કાયદો ત્રીજી વખત ગુજરાતમાં આવી રહ્યો છે.
આવખતે ચુંટણી પેહલાજ, આચાર સંહિતા લાગુ થાય તે પેહલા વટહુકમ દ્વારા લાવવામાં આવીરહેલો આ કાયદો ચુંટણી જીતવા માટેના હથીયારતરીકે ઉપયોગમાં લાવવાના ઇરાદાની મંજુર કરાયો છે તેવી ગંધ આવી રહી છે.
ચુંટણીફંડ માટે કે મત માટે મળતીયાઓને ખુશ કરવા માટે આ કાયદો લવાઇ રહ્યો છે તેવુ લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે.
ઇમ્પેક્ટ ફીનો કાયદો કયાં લાગુ પડશે…
મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ.
શું શું રેગ્યુલરાઇઝ્ડ થશે.. માર્જીન, બિલ્ટએપ એરિયા, મકાનની ઉંચાઇ, ઉપયોગમાં જો કોઇ ફેરફાર હોય, કોમનપ્લોટ, પાર્કિંગ, સેનેટરી સુવિધા
૩૦-૩૫ ટકા બિલ્ડીગો પાસે કમ્પ્લીશન સર્ટિફિકેટ જ નથી. મંજૂરી વિનાવધારાના માળો બાંધી દેવામાં આવ્યા છે. બિલ્ડીગનો હેતુ ઉપરાંતજયુરિડીકશનમાં ફેરફાર જેવા નિયમોને ભંગ કર્યો હોવાથી કમ્પ્લીશન સર્ટીફિકેટ મેળવાયા નથી.હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં ખુદસરકારે કબૂલ્યુકે, ૮૫ ટકા ઇમારતોમાં બીયુ પરિમશન મેળવાઇ નથી. આ બધીય પરિસ્થિતીને જોતા રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો ને તોડીનાખવા ની જગ્યા એ તેને કાયદેસર કરી મતો અંકે કરવા નો માસ્ટર પ્લાન ને સરકારે આખરી ઓપ આપી દીધો છે હવે ટુંક સમય માં નીયમોનક્કી થશે.
કયા બાંધકામો નિયમિત નહીં થાય.
એફ.એસ.આઇના ધોરણો નક્કી કરે તે તેનાથી વધારાનુ કામ, હેઝાડર્સ બિલ્ડીંગો, સ્મશાન-કબ્રસ્તાનમાં થયેલા બાંધકામો, સિનેમાગૃહો, મેરેજહોલ, જિમનેશિયા, ડાન્સહોલ,જાહેરજનતા માટેનો માર્ગ, સરકારી સ્થાનિક સત્તામંડળની જમીનો, નગરયોજનામાં સૂચવેલા રસ્તા અથવાજાહેર રસ્તામાં આવતી જમીનો, શૈક્ષણિક સંસ્થામાં રમતના મેદાનો, ફાયર સેફટીના કાયદા સુસંગત ન હોય તેવો અનઅધિકૃત વિકાસ, રેલ્વે હદનજીકની જમીનો, પાણી પુરવઠા,ગટર વ્યવસ્થા,પાણીના નિકાલ,ઇલેકટ્રીક લાઇન સહિત જાહેર ઉપયોગી સેવા પર કરેલા બાંધકામો.
જાણી જોઇને જીડીસીઆરનો ભંગ કરનાર લોકો આ કાયદા ની ચાતક નજરે રાહ જોઇ ને બેઠા હતા તેમની ઇંતજારી નો અંત આવી ગયો છે.