વલસાડ જિલ્લાના સરીગામ જી.આઈ.ડી.સીમાં એક કંપનીમાં પ્રબળ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સરીગામ જી.આઈ.ડી.સી. માં આવેલ સર્વાઇવલ ટેકનોલોજીમાં આ બ્લાસ્ટ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બ્લાસ્ટમાં 1 કામ દારનું મોત થયું હતું જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દુર્ઘટના બાદ સરીગામ,વાપી,ઉમરગામ સહિતની ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અપડેટેટ માહિતી પ્રમાણે આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે જ્યારે પાંચ કામદારો ઘાયલ થયા છે.
આ ઘટના પ્રકાશમાં તો આવી છે પરંતુ કંપની દ્વારા ઘટના છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી કે ફાયર વિભાગને પણ કંપનીના ગેટમાં પ્રવેશ મળ્યો ન હતો. એવી માહિતી મળી રહી છે કે હજીય ઘણાં કામદારો કંપનીની અંદર ઘાયલ અવસ્થામાં છે. ઘટના બન્યા ને કલાક થયો હોવા છતાં કંપની દ્વારા ગેટ ખોલવામાં આવ્યો નથી. કંપની માં હજી ગેસ લીકેજ ચાલુ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ફેકટરી ઇન્સપેક્ટર તેમજ પોલ્યુશન વિભાગ ઘોર નિદ્રામાં હોવાનું દેખાઇ આવ્યું છે. આ કંપની આ પહેલા પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે.