અફઘાનિસ્તાનમાં વધુ એક ધડાકો થયો હતો. આ વેળા કોઈ જાહેર સ્થળ કે ટાર્ગેટ ન હતો. પરંતુ એક મસ્જિદમાં બોમ્બ બનાવવાની તાલીમ અપાઈ રહી હતી. આ વખતે જ ધકાડો થઈ જતાં તાલીમ લઈ રહેલા 30 યુવાનોના સ્થળ પર જ મોત થયા હતા. મોતને ભેટેલા તમામ 30 તાલિબાની આતંકવાદી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અફઘાન નેશનલ આર્મીના નિવેદનમાં મંગળવારે જણાવાયું હતુ કે, આફઘાનિસ્તાનના દૌલતાબાદના કુલતક ગામની મસ્જિદમાં તાલીબાની આતંકવાદીઓને બૉમ્બ અને IED બનાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી.
આ દરમિયાન શનિવારે સવારે તાલીમ વેળા જ અચાનક ત્યાં વિસ્ફોટ થઈ ગયો હતો. આ સમયે ધડાકો એટલો ભયંકર હતો કે, મોટાભાગના મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. તેથી મોતને ભેટલા લોકોની ઓળખ થઈ નથી. જો કે, માર્યા ગયેલા વિદેશી લોકો હતા. અત્યાર સુધી 6 વિદેશી આ ઘટનામાં મોતને ભેટ્યાનું બહાર આવ્યું છે. હવે તેઓની ઓળખ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, ગત કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલા વધ્યા છે. આફઘાનિસ્તાનમાં બનેલી અન્ય ઘટનામાં કુંદુજ પ્રોવિન્સમાં તાલિબાન તરફથી પ્લાન્ટ કરવામાં આવેલા IEDમાં ધમાકો થયો હતો. તેને કારણે 2 બાળકોના મોત થયા હતા. ઘટના બાદ સોમવારના નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું હતુ કે, અલાયન્સ અફઘાનિસ્તાનથી સૈનિકોને યોગ્ય સમય થવા સુધી પરત બોલાવાશે નહીં. બુધવાર અને ગુરુવારે નાટોમાં સામેલ 30 દેશના મંત્રીની મીટિંગ થનાર છે. આ પહેલા ટ્રમ્પ સરકારે તાલિબાન સાથે એક કરાર કર્યો હતો, ત્યારબાદ અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવી લેવાશે તેમ કહેવાયું હતુ. પરંતુ અત્યારે લગભગ 9600 સૈનિકો અફઘાનિસ્તાનમાં છે.