ભારતીય માર્કેટમાં BMW મોટોરાડે બાઈકના નવા મોડેલ R 1250 GS અને R 1250 GS એડવેન્ચર લોન્ચ કર્યા છે. આ બાઈકની કિંમત ભારતીય ચલણ મુજબ 21 લાખ આસપાસ રહેશે. BMW R 1200 GS વિશ્વની સૌથી વધુ વેચાનારી એડવેન્ચર બાઇક્સમાંથી એક છે. ઇન્ડિયન માર્કેટમાં BMW R 1250 GS રેન્જની સીધી ટક્કર Honda CRF1100L Africa Twin સાથે છે. આ બાઇક્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલેથી જ વેચાઇ રહી છે. કંપનીએ આ એડવેન્ચર બાઇક્સનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે, જ્યાં ગ્રાહકો BMW મોટોરાડની ઓફિશિયલ ડીલરશીપ પર જઇને તેને બુક કરાવી શકશે.
ભારતમાં કંપનીએ 4 કલર ઓપ્શનમાં લોન્ચ કરેલી બાઈક પૈકી 1250 GSની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 20.45 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જયારે કંપનીનું બીજુ મોડેલ R 1250 GSની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 20.40 લાખ રૂપિયા રખાઈ છે. 4 કલર ઓપ્શનમાં સ્ટાઇલ આઇસ ગ્રે, સ્ટાઇલ ટ્રિપલ બ્લેક, સ્ટાઇલ રેલે અને 40 Years of GS સામેલ છે. ભારતમાં આ બાઇક્સનું વેચાણ કમ્પ્લિટલી બિલ્ટ યૂનિટથી કરવાનું આયોજન છે. આ એડવેન્ચર બાઇકની ડિઝાઇન પહેલા જેવી જ રખાઈ છે. તેનું એન્જિન 7750 rpm પર 134bhp મેક્સિમમ પાવર અને 6,250 rpm પર 143Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. આ બાઇક્સમાં ગ્રાહકોને TFT ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ મળશે. આ સિવાય પ્રો રાઇડિંગ મોડ્સ વિથ રોડ અને રેનની સુવિધા પણ છે.
જેમાં Dynamic, Dynamic Pro, Enduro અને Enduro Pro સામેલ છે. આ સિવાય બાઇકમાં નવો ઇકો રાઇડિંગ મોડ આપવામાં આવ્યો છે. ‘Years of GS’ ફક્ત સિલેક્ટેડ મોડેલ્સમાં જ ઉપલબ્ધ હશે. BMW R 1250 GS ભારતીય બજારમાં આઇકોનિક બાઇક R 1200 GSને રિપ્લેસ કરશે. આ અપડેટ એડવેન્ચર બાઇકમાં પાવર માટે BS 6 કમ્પ્લાયન્ટ સાથે 1,254 ccનું બોક્સર-ટ્વીન એન્જિન અપાયું છે. જેમાં વેરિએબલ વાલ્વ ટાઇમિંગ સિસ્ટમ અપાઈ છે. જેને કંપની શિફ્ટકેમ ટેકનોલોજી કહેવાય છે.