ગુજરાતમાં કોરોનાની ગતિને બ્રેક લાગી છે અને ધીમે ધીમે દૈનિક કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. જો કે કોરોનાથી મૃત્યુઆંક ઘટી રહ્યો નથી. આજે રાજ્યમાં કોરોનાના 6679 નવા કેસ નોંધાયા છે અને 14171 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે પરત ફર્યા છે. જ્યારે 35 દર્દીઓના મોત થયા છે. જેમાં આજે રાજ્યભરમાં 246397 લોકોને રસી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 2350 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.
વડોદરા કોર્પોરેશનમાં 809, રાજકોટ કોર્પોરેશનમાં 602, ગાંધીનગર કોર્પોરેશનમાં 288, સુરત કોર્પોરેશનમાં 277, વડોદરામાં 236, કચ્છમાં 211, રાજકોટમાં 175, પાટણમાં 146, મહેસાણામાં 144, સુરતમાં 141, મોરબીમાં 135, જામનગર કોર્પોરેશન 113, ગાંધીનગર 104, બનાસકાંઠા 96, નવસારી 89, ભરૂચ 79, ભાવનગર કોર્પોરેશન 76, ખેડા 72, વલસાડ 65, પંચમહાલ 58, અમદાવાદ 49, અમરેલી 45, આણંદ 44, દાહોદ 33, ગીર સોમનાથ કોર્પોરેશન 30, જુનગઢ કોર્પોરેશન 30, તાપી 26, સુરેન્દ્રનગર 22, જામનગર 21, જૂનાગઢ 21, નર્મદા 16, છોટાઉદેપુર 15, મહિસાગર 9, ભાવનગર 8, પોરબંદર બોટાદમાં 8, દેવભૂમિ દ્વારકામાં 6 અને દ્વારકામાં 2 સહિત રાજ્યભરમાં કુલ 6679 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
14171 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1066393 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. સોમવારે રાજ્યમાં 35 દર્દીઓના મોત સાથે રાજ્યમાં કોરોનાના મૃત્યુઆંક 10473 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 83793 કોરોના સંક્રમિત દર્દીઓ છે જેમાંથી 83528ની સ્થિતિ સ્થિર છે અને 265 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે રાજ્યમાં 246397 નાગરિકોને રસી આપવામાં આવી હતી. જેમાં 31 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ અને 784 ને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કોવિડની પ્રથમ રસી 45 વર્ષથી વધુ ઉંમરના 5439 લોકોને અને બીજી રસી 15786 લોકોને આપવામાં આવી હતી. પ્રથમ અને 62094 નાગરિકોને 18 થી 45 વર્ષથી વધુ વયના 22824 લોકોને કોરોના માટે રસી આપવામાં આવી હતી. કોરોરા માટેની પ્રથમ રસી 15 થી 18 વર્ષની વયના 26944 કિશોરોને આપવામાં આવી હતી. જ્યારે 48007 નાગરિકોને સાવચેતીનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 કરોડ 79 લાખ 33 હજાર 236 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.