ચીખલી પોલીસ મથકમાં ફાંસો ખાનાર યુવાનોના પરિવારને 1 કરોડનું વળતર આપવા ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના સંગઠને માંગણી કરી છે. નવસારી જિલ્લા અધિક કલેકટરને તેમજ ચીખલી, ગણદેવી, વાંસદા, નવસારી તમામ તાલુકામાં મામલતદારને ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) સંગઠન દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ગંભીર ઘટનામાં મૃતક પરિવારને એક એક કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે,આદિવાસી સમાજને ખોટા ગુનામાં સંડોવણી બંધ અને અત્યાચાર રોકવામાં આવે તેમજ ગેરકાયદેસર અટકાયત અંગે તપાસ કરવા અને જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી અને એમ છતાં જો માંગ સ્વીકારવામાં નહિ આવે તો ન્યાય હેતુથી ગુજરાત હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવશે