Headlines
Home » વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના : ક્રેન તૂટી પડતાં એક શ્રમજીવીનું મોત

વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના : ક્રેન તૂટી પડતાં એક શ્રમજીવીનું મોત

Share this news:

રાજ્યના વડોદરા શહેરના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંયા કામગીરી દરમિયાન એક વિશાલકાય ક્રેન તૂટી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું અને 8થી વધુ મજૂરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ કરજણ એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કરજણ તાલુકાના માંગરોળ સાપા પાટિયા પાસે હાલ આ કામગીરી ચાલી રહી છે. જ્યાં આજે મોટી ક્રેન મારફત ગર્ડર લગાવવાની કામગીરી કરવાની હતી.

આ દરમિયાન માહિતી મળી રહી છે કે ક્રેનમાં ખામી સર્જાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરી રહેલા એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે આઠ મજૂરો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં કરજણ એસડીએમ, કરજણ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, જ્યારે ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

ગ્રામજનો દોડી આવ્યા હતા

ઘટનાની માહિતી મળતા જ કરજણ એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને કામગીરી શરૂ કરી હતી. આ ઘટના બાદ કંબોલા ગામ સહિત આસપાસના ગામોના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે કરજણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે રવાના થયો હતો. સાથે જ ક્રેઈન કેવી રીતે તૂટી તે અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *