Gold Prize Today :નાણાકીય વર્ષ 2025-2026ના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોનાના ખરીદદારોને આંચકો લાગ્યો છે. મંગળવારે (1 એપ્રિલ) MCX પર સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું હાલમાં 0.69 ટકાના વધારા સાથે રૂ. 91,341ના નવા સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 0.76 ટકાના વધારા સાથે રૂ. 1,00,821 પ્રતિ કિલોગ્રામ પર છે.
સોમવારે, કોમેક્સ પર સોનાના ભાવોએ ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ વખત $3,100 પ્રતિ ઔંસના સ્તરને પાર કર્યો હતો. સ્પોટ ગોલ્ડનો ભાવ વધીને $3,106.50 પ્રતિ ઔંસ થયો હતો, જે ઓલ ટાઈમ હાઈ હતો.
અગાઉ 31મી માર્ચ એટલે કે સોમવારના રોજ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર શેર, ચલણ અને કોમોડિટી બજારો બંધ હતા. શુક્રવાર, 28 માર્ચે સોનાની બંધ કિંમત 89,652 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે 0.04 ટકા ઘટી હતી. ચાંદીની વાત કરીએ તો તેમાં 0.02 ટકાનો વધારો થયો હતો, તે રૂ. 1,00,480 પ્રતિ કિલો હતો.