Gold Prize Today : સોનું દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને આજે પણ નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. આજે સોનાની કિંમત 94,000 રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. એમસીએક્સ પર સોનાની કિંમત 0.93 ટકાના વધારા સાથે રૂ. 94,320 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે ચાંદીની કિંમત 0.16 ટકાના વધારા સાથે રૂ. 94,921 પ્રતિ કિલો છે.
દરમિયાન તાજી ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવ રૂ. 2,500 વધીને રૂ. 97,500 પ્રતિ કિલો થયા હતા. સોમવારે ચાંદી રૂ. 500ના ઘટાડા સાથે રૂ. 95,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી. વૈશ્વિક સ્તરે હાજર સોનું 13.67 ડોલર અથવા 0.43 ટકા વધીને 3,224.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.
મંગળવારે રાજધાનીમાં સોનાના ભાવ
રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાનો ભાવ રૂ. 50 વધીને રૂ. 96,450 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. અખિલ ભારતીય બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે. સોમવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂ.50 ઘટીને રૂ.96,400 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 99.5 ટકા શુદ્ધતાનું સોનું રૂ. 50 વધીને રૂ. 96,000 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે તેની અગાઉની બંધ કિંમત રૂ. 95,950 પ્રતિ 10 ગ્રામ હતી.

સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો
1. પ્રમાણિત સોનું જ ખરીદો
2. ક્રોસ કિંમત તપાસો
3. રોકડ ચુકવણી કરશો નહીં, બિલ લો