Gold Silver Prize :સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. MCX પર સોનું 89000 ની નજીક પહોંચવા જઈ રહ્યું છે. સમાચાર લખાય છે ત્યારે સોનાની કિંમત 0.50 ટકા વધીને 88,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે જ્યારે ચાંદીની કિંમત 0.14 ટકા વધીને 1,01,457 રૂપિયા પ્રતિ કિલો છે.
સોનું રૂ.365 વધી રૂ.91,000, ચાંદી પણ ઉછળી છે
ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 365 રૂપિયા વધીને 91,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી. બુધવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 90,685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ રૂ. 365ના વધારા સાથે રૂ. 90,600 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેની અગાઉની બંધ કિંમત રૂ. 90,235 પ્રતિ 10 ગ્રામ હતી.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક – કોમોડિટી સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બુધવારે જાહેર કરાયેલી નવી ઓટો ડ્યુટીને પગલે વૈશ્વિક જોખમના સેન્ટિમેન્ટમાં વધારો થવાને કારણે સોનું સતત વધી રહ્યું છે.” ચાંદીના ભાવ પણ રૂ. 200 વધી રૂ. 1,01,700 પ્રતિ કિલો થયા છે. બુધવારે તે રૂ. 1,01,500 પ્રતિ કિલો પર બંધ થયો હતો.