અંકલેશ્વર નગર પાલિકા દ્વારા 2.22 કરોડ રૂપિયા કામો નું ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે. કુલ. 2.76 કરોડ રૂપિયા ના કામો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ -= 1.33 કરોડ રૂપિયા ઉપરાંત ના ખર્ચે સમડી ફળીયા ખાતે નવી શાળા નું નિર્માણ કરશે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા 2.22 કરોડ રૂપિયા ના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું . 1.33 કરોડ રૂપિયા ઉપરાંત ના ખર્ચે સમડી ફળીયા ખાતે નવી શાળા નું નિર્માણ કરશે. 89.36 લાખ ના ખર્ચે વિવિધ આર.સી.સી અને પેવર બ્લોક માર્ગનું નિર્માણ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 9 વોર્ડ માં આગામી દિવસો થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત વિધિ તેમજ થયેલા કામો ની લોકાર્પણ વિધિ યોજાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમડી ફળીયા સ્થિત સ્કૂલ બિલ્ડીંગ અંદાજિત 1.33 લાખ રૂપિયા ના ખર્ચે તેમજ આર.સી.સી તથા પેવર બ્લોક ના વિવિધ રોડ ના કામો 89.36 લાખ રૂપિયા ના ખર્ચે નિર્માણ પામશે. જેની ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવી હતી.તેમજ , 5 લાખ રૂપિયા ના ખર્ચે, બાબાસાહેબ પ્રતિમા નું રીનોવેશન 4. લાખ રૂપિયા ના ખર્ચે તેમજ પેવર બ્લોક ના વિવિધ કામો 15/15 લાખ રૂપિયા ના ખર્ચે નિર્માણ પામી પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન કિંજલબા ચૌહાણ, નિલેશ પટેલ , શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, તેમજ પાલિકા ના વિવિધ વોર્ડ ના સભ્યો અને ભાજપના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.