મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકૂલ ખાતે યોજાયેલી બેઠકની અંદર પાક નુકશાન સર્વે, જળાશયોની સ્થિતિ, બિસ્માર રસ્તાઓના સમારકામ, તેમજ ટૂંકું ચોમાસુ સત્રને લઈને ચર્ચાઓ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવશે.
સ્વર્ણિમ સંકૂલ ખાતે દર બુધવારે કેબિનેટ બેઠક યોજાય છે પરંતુ આવતી કાલે જાહેર રજા હોવાથી આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીની સાથે તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
– આ મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા
જેમાં પાક નુકસાન સર્વે, શ્રવણ તીર્થ યોજનાનો લાભ લેનાર પ્રવાસીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદ બાદ જળાશયોમાં એક પછી એક નવા નીરની આવક થઈ છે, ત્યારે વધુ વરસાદ પડવાની પણ શક્યતાઓ છે ત્યારે જળાશયોની વર્તમાન સ્થિતિ શું છે ક્યાં અગાઉ પાણી છોડવાની જરુર પડી શકે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરાશે. આ સિવાય રાજ્ય ભરમાં ચોમાસામાં માથાના દુઃખાવા સમાન બનેલા રોડ રસ્તાના સમારકામોને લઈને પણ ચર્ચા કરાશે. અગાઉ મુખ્યમંત્રીએ આ મામલે અધિકારીઓને ઠપકડો આપ્યો હતો. આ સાથે સાથે ગત સપ્તાહમાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ઢોર પકડવા મામલે આપેલી સલાહ બાદ ક્યાં કેટલા ઢોર પકડાયા વગેરેની સ્થિતિની સમીક્ષા કરાશે.
– વડાપ્રધાનની કારોબારીના મુદ્દાઓ લેવાશે ધ્યાનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા કમલમ ખાતે કારોબારી બેઠક બોલાવી હતી. જેમાં કેટલીક બાબતોને લઈને દિશા નિર્દેશ પણચ વડાપ્રધાનટ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે.