કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટુડોના ખાલીસ્તાની આતંકી આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંદોમાં તિરાડ પાડવા પામી છે. અને બંને દેશો વચ્ચે વિવાદ ઉદભવ્યો. આ વિવાદને પગલે કેનેડા અને ભારતના રાજદ્વારી સંબંધો વણસી રહ્યા છે. અને તેની સીધી અસર આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી ગુજરાતની 10મી વાઇબ્રન્ટ સમિટ પર દેખાઈ રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે અને હાલ ઉદ્યોગસાહસિકો આગામી વાઈબ્રન્ટ સમિટને લઈને પ્રચાર માટે તૈયાર કરવામાં આવેલ સાહિત્ય કેનેડા મોકલવું નહિ કે તેના પર વિચારણા ચાલી રહી છે.
ગુજરાતમાં 2011માં જાપાન અને કેનેડા કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા બાદ ત્યારપછીની પ્રત્યેક વાઈબ્રન્ટ સમિટમાં કેનેડા જોડાયું હતું. 2019માં કેનેડાના રાજદ્રારીઓ અને ઉદ્યોગમંડળે ઉત્સાહભેર ભાગ લેતા ગુજરાતમાં સારું રોકાણ કર્યું હતું. પરંતુ આગામી 2024ની વાઈબ્રન્ટ સમિટમાં કેનેડાને આમંત્રણ આપવા મામલે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન મેળવવામાં આવશે.
હાલ બંને દેશો વચ્ચે સંબંધો વધુ વણસી રહ્યા છે ત્યારે 2024ની વાઇબ્રન્ટ સમિટમાં કેનેડાના ઉદ્યોગપતિ અને રાજદ્વારીઓનું ડેલિગેશન ગુજરાત આવશે નહિ. વાઈબ્રન્ટ સમિટને લઈને ઉદ્યોપતિઓ દ્વારા પ્રચાર સાહિત્ય અન્ય દેશોમાં મોકલવા માટે તૈયાર કરાયું છે. પરંતુ તે કેનેડા મોકલાશે નહિ. વાઈબ્રન્ટ પ્રચાર માટેનું ડેલિગેશન વિશ્વના અન્ય દેશોમાં વાયબ્રન્ટ સમિટને લઈને રોડશો પણ યોજવાનું છે જેમાં હાલ પૂરતી કેનેડાની બાદબાકી કરવામાં આવી છે.
જસ્ટિન ટુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા ભારતના રાજદ્રારીને જાસૂસ કહી સસ્પેન્ડ કર્યા હતા. તેના જવાબમાં ભારતે પણ આકરા પગલા લેતા કેનેડાના હાઈકમિશનર કેમરેન મેકરને હાંકી કાઢવા સાથે કેનેડાના નાગરિકોને ભારતીય વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગુરુવારે ભારત તરફથી વિઝા અરજીઓનું કામ સંભાળી રહેલ બીએલએસ ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ પર એક નોટિસ મુકીને કેનેડાના નાગરિકો માટે ઓપરેશનલ કારણોથી ભારતની વિઝા અરજી બંધ કરી હોવાનું જણાવ્યું. ભારત-કેનેડા વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યો છે.