કર્ણાટકના રાયચુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાયચુરમાં એક કાર બાઇક ચાલક અને બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારીને ભાગી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તાની બાજુમાં આવેલી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના 18 જુલાઈના રોજ બની હતી, જ્યારે સ્થાનિક સ્ટેશન રોડ પર સ્થિત રાઘવેન્દ્ર પેટ્રોલ પંપ પાસે એક બાઇક ચાલક અચાનક યુ-ટર્ન લઈ રહ્યો હતો.

ત્યારે એક હાઇસ્પીડ કાર આવી હતી અને બાઇકને ટક્કર મારી હતી અને પછી આગળ જઇને રોડની બાજુમાં ચાલી રહેલી સ્કૂલની વિદ્યાર્થિનીઓને પાછળથી ધક્કો માર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારની ટક્કરથી બાઇક ચાલક અને યુવતી હવામાં પડી ગયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે બે વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના અંગે રાયચુર ટ્રાફિક પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. પોલીસે કાર કબજે કરી તપાસ હાથ ધરી છે.