
કલયુગ : બીજા લગ્ન માટે પિતાએ 5 લાખની સોપારી આપી, પુત્રની જ કરાવી હત્યા
ઉત્તર પ્રદેશના મેરઠમાં કલયુગી પિતાનું ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે. સેનાના નિવૃત્ત જવાને બીજા લગ્ન કરવા માટે સોપારી આપીને પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. સૈનિકે 5 લાખની સોપારી આપીને કોન્ટ્રાક્ટ કિલરને રાખ્યો હતો. આ પછી સોપારીના કિલરે પુત્રને દારૂ પીવડાવ્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. મૃતદેહને હિંડોન નદીમાં દફનાવવામાં આવ્યો હતો….