ભ્રષ્ટાચારનો આરોપ સહી રહેલા ચણોદ ગામના સરપંચ જીતેન્દ્ર માહ્યાવંશીને પદ પરથી દૂર કરવાનો નિર્ણય જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. તેમની સામે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી હાલ ચતાલી રહી છે. તાલુકા વિકાસ અધિકારી, તાપી દ્વારા એક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે. આ તમામ વિગતો ધ્યાને લઇને જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ મનીષ ગુરવાની દ્વારા સરપંત જીતેન્દ્ર માહ્યાવંશીને કારણદર્શક નોટિસ પાઠવવવામાં આવી હતી.
આ નોટિસમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જીતેન્દ્ર માહ્યાવંશીએ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને વારંવાર ગેરકાયદે બાંધકામોને રોકવા પ્રયત્ન ન કરી આડકતરી રીતે આવા ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપ્યું હતું. સરપંચ દ્વારા એક-બે નહીં પરંતુ આઠ જગ્યાએ આ પ્રકારનું ગેરકાયદેસરનું કામ સામે આવ્યું હોવાથી એ સાબિત થતું હતું કે સરપંચ જીતેન્દ્ર માહ્યાવંશીએ ગંભીર બેદરકારી દાખવી હતી. આ તમામ કેસોમાં સુનાવણી બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારી પગલા ભરી જીતેન્દ્ર માહ્યાવંશીને 08.09.2021ના રોજ સરપંચના હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.