Headlines
Home » મહામૃત્યું જય મંત્રનો જાપ, તમારી કુંડળીમાંથી દૂર કરી દેશે ગ્રહદોષ

મહામૃત્યું જય મંત્રનો જાપ, તમારી કુંડળીમાંથી દૂર કરી દેશે ગ્રહદોષ

Share this news:

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને અતિપવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં દેવ -દેવીઓની પૂજા, ધાર્મિક વિધિ તેમજ અનુષ્ઠાન જેવી ધાર્મિક વિધિઓ વિશેષ લાભદાયી રહે છે. આ ઉપરાંત મંત્રોના જાપ કરવાથી ભગવાનની કૃપાદ્રષ્ટિ મેળવી શકાય છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે ભક્તિ અનિવાર્ય છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે દરેક દેવતાની પૂજા માટે વિવિધ મંત્રો છે. આ મંત્રોમાં ભગવાન શિવની આરાધના માટે મહામૃત્યુંજય મંત્ર છે. આ શિવ મંત્રમાં એટલી બધી ઉર્જા છે કે અકાળ મૃત્યુ પણ ટાળી શકાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરવાથી લાંબુ આયુષ્ય મેળવી શકાય છે. આ ઉપરાંત કુંડળીમાં રહેલા અનેક ગ્રહોના દોષ દૂર કરી શકાય છે. જ્યારે કોઈ પણ ભક્ત દ્વારા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે એક ઉર્જા ઉત્પન્ન થાય છે. મહામૃત્યુંજયનો જાપ કરવાથી દુ:ખ અને અકાળ મૃત્યુ જેવી મુશ્કેલીઓ ટળી જાય છે. તમામ પ્રકારના ભયને દૂર કરવા માટે પણ આ મંત્ર જાપ કરવો આવશ્યક છે. સૌથી અસરકારક અને શક્તિશાળી મનાતા આ મંત્રનું મહત્વ શિવપુરાણ અને ઘણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયું છે. માનવ જીવનમાં ગંભીર રોગો, મુશ્કેલીઓ અને અવરોધો દૂર કરવા માટે આ મંત્રનો જાપ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

-પૂર્ણ મહામૃત્યુંજય મંત્ર

‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *