ચીખલી વન વિભાગ અને વલસાડ વન વિભાગની સંયુક્ત રેડમાં ચીખલીના તેજલાવ ગામેથી ખેરનો છોલેલો માલ તથા એક ટેમ્પો સાથે ત્રણ લાકડા ચોરોને ઝડપી પાડતા લાકડાચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ વન વિભાગ ની ટીમ અને ચીખલી વન વિભાગની ટીમને સંયુક્ત રીતે પેટ્રોલિંગ દરમિયાન નાકાબંધી કરતા તેજલાવ આશ્રમ ફળિયા ખાતે ધર્મેશ રમેશ પટેલના ઘરની આજુબાજુમાં ગેરકાયદેસર ખેરના લાકડા પડેલ હોવાની બાતમી મળતા સ્ટાફના માણસો તથા અધિકારીઓએ સ્થળ ઉપર જઈ ચેક કરતા એક આઇસર ટેમ્પો નંબર જીજે 07 x 7773 મળી આવ્યો હતો જ્યારે બાજુમાં રાખેલ ખેરનો છોલેલો જથ્થો નંગ 34 તથા ખેરની ઢગલી મળી આવતા આ ખેરનો લાકડાનો જથ્થો આશરે રૂ. 30 હજાર રૂપિયા તથા ટેમ્પા ની કિંમત 1.50 લાખ મળી કુલ 1.80 લાખનો મુદ્દા માલ કબજે કરી આ ગેરકાયદેસર લાકડાની સંડોવણીમાં વેપારી એવા યાસુબ કમરૂદ્દીન શેખ રહે. આંતલીયા બીલીમોરા તથા ટેમ્પો ડ્રાઇવર હેમંત ચંદ્રકાંત પટેલ રહે. ગોડથલ તેમજ ધર્મેશ રમેશ પટેલ રહે .તેજલાવ આ ત્રણે ને પકડી પાડી વન વિભાગ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચીખલી અને વલસાડ વન વિભાગની ટીમએ ખેરનો જથ્થો તથા એક ટેમ્પો સાથે ચાર લોકોને પકડી પાડ્યા
