નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણના અનેક કિસ્સાઓ વારંવાર સામે આવે છે એવામાં ફરી મોટા પ્રમાણમાં આવા ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણનો એક મામલો સામે આવ્યો છે. બાતમીના આધારે ચીખલી પોલીસની પેટ્રોલિંગ પાર્ટીએ આલીપોર ગામ નજીત ખુલ્લી જગ્યામાં ટ્રક ઉભી રાખી તેમાંથી બાયોડિઝલનું ગેરકાયદેસર વેચાણને પકડી પાડ્યું છે. મળતી માહિતી પ્રમાણે, પરમીટ વગર ગેરકાયદેસરનો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો કોઇ પણ ફાયર સેફ્ટીના સાધનો વગર ટાટા કંપનીના ટેંકરમાં નોઝર પાઇપ સાથે જોડીને ડિસ્પેન્સર મશીન ચાલુ કરીને વેચાણ કરતા મળી આવ્યા હતા. પોલીસે ટેંકર જેની કિંમત 10,00,000 રુપિયા છે, ભરેલ પ્રવાહી જેની આશરે કિંમત 14,25,000 રૂપિયા છે સાથે એક સેમસંગ મોબાઇલ સાથે કુલ 24,75,500 રૂપિયાની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી તથા વોન્ટેડ આરોપી સામે કેસ દાખલ કર્યો છે.