દુનિયાની યુએસ, ચીન સહિતના કેટલાય દેશો સતત પોતાને મહાશક્તિ બનવાની મથામણ કરતા રહે છે. જે માટે આ દેશઓ પોતાના ડિફેન્સ બજેટમાં મોટી રકમ ફાળવતા હોય છે. તાજેતરમાં જ શક્તિશાળી સેનાઓની નવી રેન્કિંગ જાહેર કરાઈ છે. જેમા ચીનને આ ઇન્ડેક્સમાં 100 માંથી 82 અંક મળ્યા છે. આ રેન્કિંગમાં ભારત, ચીન, અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને યૂકે જેવા દેશની સૈન્ય શક્તિનો અભ્યાસ કરીને તે વિશે તારણો કઢાયા હતા. ડિફેન્સની વેબસાઇટ મિલિટ્રી ડાયરેક્ટે અનુસાર દુનિયાની સૌથી શક્તિશાળી મિલિટ્રી ફોર્સ ચીનની પાસે છે, જ્યારે ભારત શક્તિશાળી સૈન્યની બાબતે દુનિયામાં ચોથા ક્રમે છે. મિલિટ્રી ડાયરેક્ટની રેન્કિંગ અલ્ટિમેટ મિલિટ્રી સ્ટ્રેન્થ ઇન્ડેક્સમાં અલગ-અલગ સૈન્ય ક્ષમતાઓને ધ્યાન પર લેવાઈ છે. જેમાં બજેટ, અસક્રિય અને સક્રિય મિલિટ્રી જવાન, હવા, દરિયો અને જમીન પર રિસોર્સ, પરમાણુ શક્તિ, સરેરાશ વેતન અને હથિયારો-ઉપકરણોની સંખ્યાનું ધ્યાન રાખી પોઈન્ટ અપાયા છે.
ચીનને આ ઇન્ડેક્સમાં 100 માંથી 82 અંક મળ્યા છે. ચીન પાસે દુનિયાની સૌથી શક્તિશાળી મિલિટ્રી ફોર્સ છે. રેન્કિંગ પ્રમાણે અમેરિકાનું રક્ષા બજેટ વધુ હોવા છતાં તે પ્રથમક્રમે નથી. તે હવે આ રેન્કીંગમાં બીજાક્રમે દેખાય છે. અમેરિકાનું રક્ષા બજેટ દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકા દર વર્ષે 732 બિલિયન ડૉલર્સ પ્રતિ વર્ષે પોતાની સૈન્ય ક્ષમતાઓને વિકસિત કરવા માટે ખર્ચ કરે છે. જ્યારે 261 બિલિયન ડૉલર્સ ખર્ચ કરીને ચીન બીજા સ્થાન પર છે. અમેરિકાને આ રેન્કિંગમાં 74 અંક મળ્યા છે. યાદીમાં ત્રીજાક્રમે રહેલા રશિયાને 69 અંક મળ્યા છે. જયારે 61 અંક મેળવીને ભારત આ રેન્કીંગમાં ચોથા સ્થાને છે. ડિફેન્સ પાછળ ખર્ચ કરવાની બાબતમાં દુનિયામાં ભારત ત્રીજા સ્થાને છે. ભારત દર વર્ષએ સંરક્ષણ બજેટ પાછળ 71 બિલિયન ડૉલર્સનો ખર્ચ કરે છે. ફ્રાન્સ 58 અંક સાથે પાંચમાં નંબરે છે. શક્તિશાળી સૈન્યમાં યૂકે ટોપ ટેનમાં 9માં સ્થાને છે. જેને 43 અંક મળ્યા છે. મિલિટ્રી ડાયરેક્ટે અનુસાર ચીનની જળ, થળ અને વાયુસેના અન્ય દેશના સૈન્ય કરતા સૌથી શક્તિશાળી છે. જો કે, શક્તિશાળી સૈન્ય હોવાથી તે દેશ યુદ્ધ જીતી જ જશે તેવો અર્થ નથી, પરંતુ તેની તાકાત એટલી વધારે છે કે તે લાંબો સમય સુધી યુદ્ધ લડવામાં તે સક્ષમ છે તે ચોક્કસ છે.