દોઢ બે દાયકામાં દુનિયામાં ખૂણા ખૂણા સુધી ઈન્ટરનેટ અને સ્માર્ટફોન પહોંચી ગયો છે. આજે સામાન્ય નાગરિક માટે પણ સ્માર્ટફોન અને ઈન્ટરનેટ રોજીંદા વપરાશની ચીજવસ્તુ ગણાવા માંડી છે. દિવસ દરમિયાન કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછુ 100થી વધુ વખત સ્માર્ટફોન જોય છે. લોકડાઉન જેવી સ્થિતિમાં તો વિદ્યાર્થીઓ પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કારણ કે શાળાઓ અને કોલેજમાં ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. બીજી તરફ મોટી ઉંમરના લોકો પ્રિયજનો સાથે જોડાયેલા રહેવા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે. તાજેતરમાં થયેલા અભ્યાસમાં વિશ્વના આઠ દેશોમાં સ્માર્ટફોનના ઉપયોગ વિશે સરવે કરાયો છે. એક મહિનામાં ઓછામાં ઓછું એક વાર હેન્ડહેલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરનારને સ્માર્ટફોન યૂઝર્સ માનવામાં આવે છે. જેમાં સૌથી વધુ સ્માર્ટફોનના યૂઝર્સ ચીનમાં નોંધાયા હતા. અહીં કુલ 912 મિલિયન સક્રિય સ્માર્ટફોન વપરાશકર્તાઓ છે.
જયારે ભારત આ બાબતે દુનિયામાં બીજા ક્રમે છે. અહીં સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા 439 કરોડ છે. અમેરિકાનો નંબર ભારત પછી આવે છે જ્યાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 270 મિલિયન છે. ચોથા નંબરે ઇન્ડોનેશિયા આવે છે જ્યાં અભ્યાસ મુજબ સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યા 160 મિલિયન છે. જયારે પાંચમા ક્રમે આવતા બ્રાઝિલમાં સ્માર્ટફોનયુઝર્સની સંખ્યા 109 મિલિયન નોંધવામાં આવી છે. યાદીમાં છઠ્ઠા નંબરે રહેલા રશિયામાં સ્માર્ટફોનના વપરાશકારોની સંખ્યા 100 મિલિયન છે. આ ઉપરાંત ટેક્નોલોજી માટે જાણીતા દેશ જાપાનમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 76 મિલિયન નોંધાઈ છે. 8 દેશના સર્વેમાં સૌથી છેલ્લાં 8માં ક્રમે મેક્સિકો રહ્યું હતુ. જ્યાં 70 કરોડ સ્માર્ટફોન યુઝર્સ નોંધાયા હતા.