કોરોના વાયરસના સંક્રમણ મુદ્દે દુનિયાને અંધારામાં રાખીને મહામારીના મુખમાં ધકેલી દેનાર ચીન ફરીવાર ખંધુ સાબિત થયું છે. કોરોનાને કારણે વિશ્વના મોટાભાગના દેશની આર્થિક સ્થિત કફોડી બની રહી છે. ત્યાં બીજી તરફ આ સ્થિતિ માટે જવાબદાર ચીન આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. વાસ્તવમાં ચીન પહેલાથી જ ખંધુ છે. દુનિયામાં અનેક દેશ સાથે વેપારી સંબંધો છતાં તેને આંતર રાષ્ટ્રીય હિતો અને માનવીય અભિગમમાં જરાય પણ રસ નથી. તેથી જ તેણે મહિનાઓ સુધી કોરોના વાયરસના સંક્રમણ અને કેસની વિગતો દુનિયાથી છુપાવી રાખી હતી.
2019માં કોરોનાનો પહેલો કેસ ડીસેમ્બર મહિનામાં દેખાયો હતો. ચીનના વુહાન શહેરમાં મહિલામાં વાઈરસની પૃષ્ટિ થઈ હતી. જે બાદ ચીને આખી વાત દબાવી રાખતા કોરોના દુનિયાના બીજા દેશો સુધી પહોંચી ગયો હતો. સમગ્ર દુનિયામાં લગભગ 20 લાખ લોકોએ પોતાનો જીવન ગુમાવ્યો છે.
મહામારીને કારણે લોકડાઉન મુકાતા આખી દુનિયાની ઈકોનોમી પડી ભાંગી છે. બીજી તરફ ચીનની ઈકોનોમી કોરોના પછી રિકવર થયેલી દુનિયાની સૌથી પહેલી ઈકોનોમી છે.સમગ્ર દુનિયા એક તરફ કોરોના સામેનો જંગ લડતા હજી વેકસીનેશનનો આરંભ કરી રહી છે. ત્યાં ચીનની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ નોંધાઈ છે. વર્લ્ડ બેંકના તારણ મુજબ 2020માં અમેરિકાની અર્થવ્યવસ્થાનો ગ્રોથ -3.6 ટકા અને યુરોઝોન અર્થવ્યવસ્થાનો ગ્રોથ -7.4 ટકા રહેવાનો અંદાજ છે. હાલ ગ્લોબલ ઈકોનોમી ગ્રોથ 4.3 ટકા ઘટી ગયો છે. જયારે ચીને છેલ્લાં એક વર્ષમા જ શાનદાર ગ્રોથ કર્યો છે. 2020માં ચીનનો ઈકોનોમીનો ગ્રોથ 2.3 ટકા નોંધાયો હતો. 2020 પહેલાના ગાળામાં તેની અર્થવ્યવસ્થાને મંદીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, આજે તેની રિકવર આશ્ચર્યજનક રીતે થઈ રહી છે. સોમવારે જાહેર નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિક્સના આંકડા જાહેર થયા હતા. જેમા એક વર્ષ પહેલાના ચોથા ત્રિમાસિકની સરખામણીમાં આ વખતે ચીનના ચોથા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 6.5 ટકા રહેશે તેવી નોંધ કરાઈ છે. અંદાજ પ્રમાણે ચોથા ત્રિમાસિક ગાળામાં GDP 6.5% વધે તેમ છે.