કોરોના વાયરસને દુનિયામા ફેલાવવા દેવા પાછળ જવાબદાર ચીનમાં હવે બીજી આફત આવી પડી છે. કોરોના વાયરસનું સંકટ હજી પુરેપુરુ દૂર થયું નથી. ત્યા નવા સ્વાઈન ફીવરે દેખા દીધી છે. આ બીમારી હાલ ચીનના 1000થી ડુક્કરમાં જોવા મળી છે. આ તમામ ડુક્કરો તેની ચપેટમાં આવી જતા સરકાર અને પ્રશાસનની દોડધામ વધી છે. ચીન દુનિયામાં ડુક્કર માંસનો સૌથી મોટો વિક્રેતા દેશ છે. હેલ્થ અને માર્કેટ એક્સપર્ટ આ બીમારી આવવાથી ચીન માટે મોટા નુકસાનની શંકા વ્યક્ત કરી રહ્યા છે. ચીનના સંશોધકો આ બીમારીને સ્વાઇન ફીવર તરીકે ઓળખાવી રહ્યા છે. તેમના મતે આ બિમારી આફ્રિકન સ્વાઇન ફીવરનું આ નવું રૂપ છે, જે હવે ચીનમાં દેખા દઈ રહ્યું છે. આફ્રિકન સ્વાઇન ફીવરના આ નવા સ્ટ્રેનથી ચીનના ડુક્કરો સંક્રમિત થઈ રહ્યા છે.
ન્યુ હોપ લિઉહી ચીનની સૌથી મોટી પોર્ક ડુક્કર માંસ વિક્રેતા કંપની છે. કંપનીના ચીફ સાયન્સ ઓફિસર ઝીચુને કહ્યું કે તેના 1000 ડુક્કરોમાં આફ્રિકન સ્વાઇન ફિવરના બે નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. ફીવરના સંક્રમણના કારણે ડુક્કર અજીબોગરીબ રીતે વિકાસ પામી રહ્યા છે. જો કે, આફ્રિકન સ્વાઇન ફીવરમાં સંક્રમિત ડુક્કરના મોત નથી થઈ રહ્યા. ચીફ સાયન્સ ઓફિસર ઝીચુને ઉમેર્યું હતુ કે, વર્ષ 2018 અને 2019મા ચીનમાં જે ફીવર દેખાયો હતો તેનાથી આ ફીવર અલગ જ છે. હાલ ડુક્કરોમાં ફેલાયેલા ફીવરમાં નવા સ્ટ્રેનમાં ઉત્પન્ન થઈ રહેલી ક્રોનિક કન્ડિશન જવાબદાર છે. જેના કારણે જન્મી રહેલા ડુક્કરના બચ્ચાની તંદુરસ્તી જણાતી નથી. ન્યુ હોર્કની જેમ ઘણી પોર્ક ઉત્પાદન કંપનીઓએ આ બીમારીગ્રસ્ત ડુક્કરોને હાલમાં જ મારી નાંખ્યા હતા. જેથી આ ફીવર બાકીના ડુક્કરોને સંક્રમિત ન કરી શકે. જોકે અત્યારે એ ફીવર સીમિત છે, પરંતુ તેનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે. આ ફીવરથી પોર્ક ઉત્પાદકો એટલે પણ ડરી ગયા છે. કેમકે બે વર્ષ પહેલા 40 કરોડ ડુક્કરોમાંથી લગભગ 50 ટકા ડુક્કરોને મારી નાખવા પડ્યા હતા. ચીનમાં પોર્કની કિંમત પુષ્કળ છે. યાન કહે છે કે તેને ખબર નથી કે આ ફીવર કઈ રીતે ચીનના ડુક્કરોને સંક્રમિત કરી રહ્યો છે, પરંતુ હાલમાં ચિંતાજનક સ્થિતિ છે. લાઈસન્સ વિનાની વેક્સીન ડુક્કરોને મુકાયા બાદ આ સમસ્યા સર્જાઈ હોય તેમ જણાય છે. ન્યુ હોપના ડુક્કરોમાં જે સ્ટ્રેન મળ્યો છે તેમાં MGF360 અને CD2v જીન નથી.