દેશા વડાપ્રધાન મોદીએ રવિવારે નાગરિકોને મહત્વની અપીલ કરતા કહ્યું હતુ કે, વર્ષોથી ભારત સરકાર દ્વારા દેશમાં વિવિધ ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપનારા નાગરિકોને વિવિધ પુરસ્કરો આપી સન્માન કરવામાં આવે છે. આ સન્માનમાં પદ્મ, પદ્મશ્રી તથા પદ્મવિભૂષણ જેવા એવોર્ડ સામેલ છે. હવે દેશના લોકોએ એવા લોકોની આ એવોર્ડ માટે પસંદગી કરવી જોઈએ જે લોકો જમીની સ્તરે મહત્વની કામગીરી કરી રહ્યા છે. કેટલાક વર્ષોથી સરકારે વિવિધ ક્ષેત્રોમાં તેમની સિધ્ધિ અને સમાજમાં યોગદાન બદલ અનેક નાગરિકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા છે. 1954માં આ એવોર્ડ આપવાની પ્રથા પ્રજાસત્તાક દિનથી શરુ થઈ હતી.
2020માં 141 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં 7 નાગરિકોને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118 નાગરિકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરી તેઓનું બહુમાન કરાયું હતુ. આ સમયે જ્યોર્જ ફર્નાન્ડિઝને (મરણોત્તર), અરુણ જેટલીને (મરણોત્તર), સર અનિરુધ જુગનાથ, એમસી મેરી કોમ, છન્નુલાલ મિશ્રા, સુષ્મા સ્વરાજને મરણોત્તર એવોર્ડ અપાયા હતા. ઉપરાંત પેજાવરા મઠના મહંત શ્રી વિશ્વશેતીર્થ (મરણોત્તર) ને પદ્મવિભૂષણ આપવામાં આવ્યા હતા.
દરમિયાન રવિવારે મોદીએ ટ્વિટમાં લખ્ય હતુ કે, ભારતમાં જમીની સ્તરે કામ કરનારા લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે. પરંતુ આવા નાગરિકોના યોગદાન વિશે દેશના મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. ભારતમાં પોતાની કલા કૌશલ્યમાં નિપૂર્ણતા ધરાવનારા, સમાજસેવા કરનારા અને વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા લોકોની કોઈ કમી નથી. આવા લોકોને ખરેખર પ્રોત્સાહન મળવું જોઈએ. કારણ કે, આવા પ્રેરણાદાયી લોકો દેશની દશા અને દીશા બદલી શકે તેમ છે. મોદીએ દેશના નાગરિકોને આ એવોર્ડ માટેની વેબસાઈટની લીંક શેર કરતા લખ્યું હતુ કે, દેશના નાગરિકો દેશના એવા અસંખ્ય લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરી શકે છે જે ખરેખર જમીની સ્તરે કામ કરી રહ્યા છે. આ એવોર્ડ માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી રહેશે,