ભારત સહિત દુનિયાભરમાં 10 દિવસથી કાતિલ ઠંડી અને બરફના તોફાનથી કરોડો લોકોનું જનજીવન બેહાર થઈ ગયું છે. જમ્મુ કાશ્મીર ઉપરાંત દિલ્હી સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડીગ્રી સે.થી નીચે નોંધાઈ રહ્યો છે. દીલ્હીમાં શનિવારે તો લઘુત્તમ તાપમાન માત્ર 5 ડીગ્રી નોંધાયું હતુ. અહીં વાતાવરણમાં ધૂમ્મસની ચાદર છવાયેલી રહેતા વાહનચાલકોને 50 મીટર દૂર જોવુ મુશ્કેલ બન્યું હતુ. સતત ચોથા દિવસે નીચા તાપમાનથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જમ્મુ કાશ્મીરના ગ્રામીણ વિસ્તારમાં શીતલહેર સાથે જ પાણી બરફ થઈ ગયું હતુ. વાદળ ઢાંકતા ધુમ્મસીયા વાતાવરણમાં નળમાં પાણી જામી ગયું હતુ. આવા સંજોગોમાં જમ્મુ કાશ્મીરના ગ્રામીણ વિસ્તારમાં જનજીવન દુષ્કર બની ગયું છે. આ વિસ્તાર માટે ડીસેમ્બરની ઠંડી મુસીબતરૃપ જણાય રહી છે.
ઝાડ પરથી ટપકતા પાણીના ટીપા પણ ઝાડ પર જ જામી ગયા છે. કાશ્મીરમાં ગત સપ્તાહે માઈનસ ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. ગુજરાત સહિતના પ્રદેશમાં તેની સીધી અસર વર્તાય હતી. બીજી તરફ દુનિયાના અનેક દેશમાં ઠંડીનો અને બરફનો કેર વર્તાયો હોવાના અહેવાલો છે. અમેરિકા, જાપાન તો બરફ વર્ષાથી થીજુ ગયુ છે. અહીં રસ્તાઓ પર બે ફુટનો બરફ જામ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં મોસમના નજારા જોવા લાયક તો છે પરંતુ સાથે સાથે સમસ્યા સર્જી રહ્યા છે. અમેરિકાના શહેરોમાં ટ્રાફિકજામ, વાહનોના પૈડા થઁભી જવા તથા લોકો ઘરમાં જામ થઈ જવા જેવી ખબરો મીડિયામાં ચમકી રહી છે. યુએસના શહેરોમાં બરફના તોફાને પાંચ કરોડ લોકોને પ્રભાવિત કર્યા છે. ન્યૂયોર્કમાં હિમવર્ષાને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અહીં એક વ્યક્તિ કારમાં 10 કલાક ફસાઈ ગયો હતો. જો કે બાદમાં તેને રેસ્કયુ કરાયો હતો.
અમેરિકાના પૂર્વોતરનો મોટોભાગ હ્યુમસ્ટન, ટેકસાસ સહિતના વિસ્તારોમા મોટાપાયે બરફ વર્ષા થઈ રહી છે. પેન્સિલ વિનિયામાં તો ગત અઠવાડિયે 24 ઈંચ બરફ વર્ષા થઈ હતી. ઉત્તર પૂર્વી રાજ્યોમાં પાચ લોકોના મોત નોંધાયા હતા. જયારે 17 હજાર ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. અમેરિકામાં બરફવર્ષાને કારણે અનેક અકસ્માતો થયાના પણ અહેવાલો છે.