ગુજરાતમાં કોરાના સંક્રમણની વકરી રહેલી સ્થિતિને થાળે પાડવાની સરકારની મથામણ હાલ કોઈ સફળતા તરફ જઈ રહેલી દેખાતી નથી. હાલમાં રાજયમાં કોરોનાનો જે નવો વોરિયન્ટ આવ્યો છે તેના લક્ષણો પહેલા કરતા જુદા જ છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજયમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઉંચે જઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સૌથી વધુ વિકટ હાલત અમદાવાદ અને સુરત શહેરમાં વર્તાય રહી છે. સુરતમાં કોરોના વાયરસના નવા સ્ટેઈનના બે કેસ નોંધાતા જ આરોગ્ય ખાતુ દોડતું થઈ ગયું છે. જેથી કોરોના ગાઈડલાઈનનું અનુસરણ અને માસ્ક પહેરવા સુરતમાં SMC કમિશનરે અપીલ કરી છે. નવા સ્ટ્રેઈનના લક્ષણોને લઈને ખુદ ડોક્ટરો જ ચિંતા સાથે મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે હાલ જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તેઓમાં પહેલા જેવા કોઈ લક્ષણો નથી. માથુ દુખવુ, શરદી થવી કે તાવ આવવો જેવી સમસ્યા હોતી નથી. તેમ છતાં તેમના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તબીબોના મતે સુરત અને ગુજરાતના કેટલાક વિસ્તારમા દેખાતા કોરોના વાઇરસને ખાસ કોઈ નવા સ્ટ્રેન નથી. જેથી કોઈ પણ વ્યક્તિને કોરોના થાય તો તેને પારખવો મુશ્કેલ છે. આથી લોકો પોતાને સ્વસ્થ જ માનતા રહે છે. અને તેઓ સુપરસ્પ્રેડર બની રહ્યા છે. કોરોનાના નવા લક્ષણોમાં દર્દીને માથામાં દુ:ખાવો, ડાયેરિયાના લક્ષણ સાથે આવે છે. નવા લક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવી પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એરપોર્ટ, રેલવે, બસ ડેપો અને ટોલ નાકા પર 100 ટકા ટેસ્ટીંગ શરૃ કરી દેવાયા છે.