વિરોધ પક્ષોની બીજી સંયુક્ત બેઠક ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને વડાપ્રધાન પદમાં રસ નથી. ખડગેએ કહ્યું કે, વિપક્ષના ધારાસભ્યોને ભાજપમાં જવા અને સરકારોને ગબડાવવા માટે લાંચ આપવામાં આવી રહી છે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બેઠક બીજા દિવસે પણ ચાલુ છે. આ બેઠકમાં કોંગ્રેસ સહિત કુલ 26 પક્ષોના નેતાઓ સામેલ થયા છે. સભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે કેન્દ્રીય તપાસ એજન્સીઓ વિપક્ષો સામે હથિયાર બનાવી રહી છે. અમારા નેતાઓને ખોટા કેસમાં ફસાવી રહ્યા છે.
ખડગેએ કહ્યું કે, વિપક્ષના ધારાસભ્યોને બીજેપીમાં જવા અને સરકારને પછાડવા માટે બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે અથવા લાંચ આપવામાં આવી રહી છે. આપણે આપણા મતભેદો ભૂલીને કેન્દ્ર સરકાર સામે લડવાની જરૂર છે.