ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રૈશ્મા પટેલ વચ્ચે ચાલતો ખટરાગ સપાટી પર આવ્યો છે. ભરતસિંહ સોલંકીએ પત્ની વિરુદ્ધની વકિલ દ્વારા આપેલી એક જાહેર નોટિસમાં તેમની પત્ની રેશ્મા પટેલ પોતાના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તતી હોવાનું જણાવી તેમને તકલીફ પહોંચાડી શકે એવો ભય દર્શાવ્યો છે. ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમાં પત્ની રેશ્મા પટેલ સાથે કોઇએ નાણાંકીય વ્યવહાર ન કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. રેશમા પટેલ 4 વર્ષથી ભરતસિંહથી અલગ રહે છે, એવું પણ જણાવ્યું છે. આ જાહેર નોટિસને પગલે ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચેનો આંતરિક ઝઘડો સપાટીએ આવ્યો છે. પત્ની રેશ્મા પટેલ સાથેના અણબનાવથી બંને અલગ રહે છે.આ આંતરિક વિવાદમાં ભરતસિંહ સોલંકીને રેશ્મા પટેલથી નુકસાન થવાનો ડર છે.આ ડરને પગલે તેમણે નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કોઈએ પણ તેમની પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. એમ કરશો તો ભરતસિંહ તેના માટે જવાબદાર રહેશે નહીં એવું નોટીસમાં જણાવ્યું છે.