દિલ્હી સહિત સમગ્ર ભારતમાં કોરનાનો કેર યથાવત રહેવા સાથે જ મૃતાંક પણ ઉંચે જઈ રહ્યો છે. કોરોનાને કારણે કોંગ્રેસ અનેક દીગ્ગજ નેતા ગુમાવવા પડ્યા છે. અહમદ પટેલ બાદ ગુરુવારે એ.કે.વાલિયાનું પણ કોરોનાથી નિધન થયું હોવાના અહેવાલો છે. દિલ્હી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અશોક કુમાર વાલિયા 10 દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેમને દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં મોડી રાત્રે 1 વાગ્યે 30 મિનિટે વાલિયાએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં તેઓની સ્થિતિ ત્રણ દિવસથી કથળી ચુકી હતી. ઘટના બાદ દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારે ટ્વીટ કરીને બનાવની પૃષ્ટિ કરી હતી.
અનિલકુમારે ટ્વીટર પર સંદેશો પાઠવતા લખ્યું હતુ કે, અમે અમારા દિલ્હી કૉંગ્રેસના લોકપ્રિય નેતા તેમજ પૂર્વ મંત્રી દિલ્હી સરકાર ડૉ. અશોક કુમાર વાલિયાજીનો ગુમાવી દીધા છે. 22-04-2021ના રોજ કોરોને કારણે ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં વાલિયાએ દેહત્યાગ કર્યો હતો. આ ઉપરાંત અન્ય બનાવમાં સીપીઆઈ (માર્ક્સવાદી) નેતા સીતારામ યેચુરીના દીકરા આશીષે પણ કોરોનાને કારણે દમ તોડી દીધો હતો. આમ કોરોનાનો કેર રાજકારણીઓને અડફેટે લઈ રહ્યો છે.