અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને આઈપીએલની મેચ બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. દિવસે દિવસે સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા 1276 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 304 કેસ અને 2નાં મોત થયા હતા. જ્યારે સુરતમાં 395 કેસ અને એકનું મોત થયું હતુ. આ ઉપરાંત વડોદરામાં 129 અને રાજકોટમાં 113 કેસ, જામનગરમાં 48 અને ભાવનગરમાં 32 કેસ, ગાંધીનગરમાં 24 અને જૂનાગઢમાં 4 કેસ, ખેડા–પંચમહાલમાં 25–25, દાહોદમાં 18 કેસ, મહેસાણામાં 18, આણંદ–કચ્છમાં 15–15 કેસ, ભરૂચ, મહિસાગર, નર્મદામાં 13–13 કેસ, સાબરકાંઠામાં 13 અને અમરેલીમાં 8 કેસ, પાટણમાં 7, છોટાઉદેપુર – મોરબીમાં 6 – 6 કેસ, સુરેન્દ્રનગર – તાપીમાં 5 – 5, બનાસકાંઠામાં 4 કેસ, વલસાડમાં 4, ગીર સોમનાથ – નવસારીમાં 3–3 કેસ, અરવલ્લી, ડાંગ, દ્વારકામાં 2–2 કેસ, બોટાદ અને પોરબંદરમાં 1–1 કેસ નોંધાયા છે.
ગુરુવારે કોરોનાના દૈનિક કેસનો આંકડો 1276ને પાર પહોચતાં નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની જતાં આરોગ્ય તંત્રની દોડધામ વધી ગઈ છે. શુક્રવારે તો અમદાવાદમાં કોરોનાનાના દર્દીઓની સ્થિતિ વધુ કથળી હતી. જેમાં અમદાવાદમાં કોરોનાનાં 70 ટકા દર્દીઓને વેન્ટિલેટર ઉપર મુકવાની નોબત આવી છે. અમદાવાદમાં ફરીથી લોકડાઉન મુકાઈ તેવી શકયતા છે. અમદાવાદમાં 70 ટકા દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. સિવિલમાં 168 વેન્ટિલેટર બેડ તૈયાર છે. આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ જરૂર પડ્યે 1200 બેડ દર્દીઓની સુવિધા માટે કાર્યરત કરવા કવાયત હાથ ધરાઈ છે. કોરોનાનાં કેસ વધતાં શહેરના વધુ 23 સ્થળ નિયંત્રણ હેઠળ મુકાયા છે. અમદાવાદમાં હાલ 98 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સ્થળ નિયંત્રણ હેઠળ છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 330 નવા કેસ અને 255 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,328 પર પહોંચ્યો છે.