16 જાન્યુઆરી શનિવારથી ભારતમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમનુ આયોજન છે. આ માટે ગુજરાતમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ છે. મોટા શહેરોથી માંડીને નગરો સુધી કોરોનાની વેકસીનનો જથ્થો પહોંચી ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે રસીકરણ અંગે કોઈ અફવા કે ભ્રમ ન ફેલાવા અપીલ કરી હતી. આ સાથે જ ડર વગર રસી લઈને કોરોના સામેના આ જંગમાં મદદરૃપ બનવા નાગરિકોને જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, અન્ય લોકોને રસી લેવા માટે પ્રોત્સાહન મળે તે માટે આ ઝુંબેશમાં વેક્સિન લેનારને મે વેક્સિન લીધુ તેવો માર્ક કરાશે. 16મી જાન્યુઆરીથી દેશના 3000 કેન્દ્ પર 100 લાભાર્થીઓને રસી આપવા આવનાર છે. કોરોના વાયરસ સામેના આ જંગમાં ગુજરાત પણ પાછળ રહેવા માંગતુ નથી તેથી દરેક જિલ્લામાં આ ઝુંબેશની સફળતા માટે વિશેષ કાળજી રાખવામાં આવી છે.
મળતી વિગતો મુજબ રસીકરણ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહેશે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બંને રસી માટે રાજ્યોને એક વ્યાપક ફેક્ટ શીટ મોકલી છે. જેમાં રસી રોલઆઉટ, ફીઝિકલ સ્પેસિફિકેશન, ડોઝ, કોલ્ડ ચેઇન સ્ટોરેજ આવશ્યકતા, રસીકરણ પછી પ્રતિકૂળ ઘટના અંગેની માહિતી નોંધવામાં આવશે. ગુજરાતના 161 સ્થળે રસીકરણ થાય તેવું આયોજન છે. વેક્સિનેશનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. અમદાવાદમાં 16, સુરતમાં 14 સેન્ટર ઉભા કરાયા છે. તો વડોદરા અને રાજકોટમાં 6-6 સેન્ટર પર આ કાર્યક્રમ ચાલશે. આ ઉપરાંત દ્વારકા, ગાંધીનગર, જૂનાગઢમાં એક સેન્ટર ઉભુ કરાયું છે. સાંસદ અને ધારાસભ્યોને પણ કાર્યક્રમના સુચારા આયોજનની જવાબદારી સોંપાઈ છે. પ્રથમ તબક્કામાં રાજ્યના મંત્રીઓ અને આગેવાનોની હાજરીમાં આરોગ્ય કર્મીને વેક્સિન અપાશે. રાજ્યભરના 161 સેન્ટર પર શરૂ વેક્સિનેશન થશે.