ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તરફી એક પછી એક દિગ્ગજોને જવાબદારી સોંપાઈ રહી છે ત્યારે ગઈકાલે જ રાહુલ ગાંધીનો ગુજરાતચ પ્રવાસ યોજાયો હતો ત્યારે અનેક મુદ્દાઓ પર રણનિતી બનાવવાને લઈને ચર્ચા કરવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીએ ગઈકાલે જ ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે ત્યારે પ્રિયંકા ગાંધીને પણ મોટીટ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ગત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ મોટી જવાબદારી સંભાળી હતી ત્યારે યુપી જેમ જ ગુજરાતમાં પણ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કેમ કે, સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ માંગ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના 25 જેટલા નેતાઓએ પણ રાહુલ ગાંધીને મળવા માટે પત્ર લખીને સમય માંગ્યો હતો ત્યારે તેમણે પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતમાં પ્રચાર સહીતની જવાબદારી સોંપવા માટે નિવેદન કર્યું હતું.
ત્યારે 15 સપ્ટેમ્બરચ પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર 11 સપ્ટેમ્બર પહેલા ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓની દાવેદારી માંગવાનું પણ નક્કી કરાયું છે.
ત્યારે ઉમેદવારોની પસંદગી માટેની સ્ક્રિનિંગ કમિટીટની બેઠક દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાતમાં મળશે. ત્યારે તેમાં યુપીની તર્જ પર પ્રિયંકા ગાંઘીને પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા એકમત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી સમયમાં પ્રિયંકા ગાંધી પણ પ્રચાર અભિયાનમાં જોડાવવાની સાથે સાથે મહિલા ગ્રુપો સાથે બેઠકો કરશે. મહિલા મોરચાઓ સાથે સક્રીય થઈને મહિલા સંમેલનો પણ કરશે.
આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને ભાજપની સાથે સાથે આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે ત્યારે મહિલાઓમાં પ્રિયંકા ગાંધી પ્રભાવ છોડી શકે છે. કેમ કે, મહિલા મતદારોને રીઝવવા પણ એટલા જ જરૂરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ વખતે મહિલા સેન્ટ્રીક ગેરન્ટી આપી છે ત્યારે બીજેપીએ પણ મહિલા મોરચાને છેલ્લા ઘણા મહિલાઓની સક્રીય કરી દીધો છે ત્યારે કોંગ્રેસમાં સૌથી મોટો મહિલા નેતાનો ચહેરો એવા પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં ટૂંક સમયમાં જ સક્રીય થશે. જેના માટે કોંગ્રેસ દ્વારા વિશેષ રણનિતી પણ બનાવવામાં આવી શકે છે.