ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ પુખ્ત વસ્તી માટે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના બજારમાં વેચાણની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં સવાલ ઉઠતો હશે કે શું હવે આ બે કોરોના રસી મેડિકલ સ્ટોરી પર ઉપલબ્ધ થશે, તો જવાબ છે ના. હાલના તબક્કે કોરોના વેક્સિનનું બ્લેક માર્કેટિંગ ન થાય તે હેતુથી સરકાર તેને મેડિકલ સ્ટોર માટે ઉપલબ્ધ નહીં કરે. જો કે આગળના ભવિષ્યમાં આ બંને વેક્સિન ડોક્ટરના પ્રિસ્કિપ્શન પર મેડિકલમાંથી ખરીદી શકાશે.
કોવિશિલ્ડ અને કોવેક્સિન હોસ્પિટલો અથવા ક્લિનિક્સમાંથી ખરીદી શકાય છે. DCGI દર છ મહિને હોસ્પિટલો અને ક્લિનિક્સમાંથી રસીના વેચાણ અને અન્ય ડેટા વિશે માહિતી મેળવશે. આ ડેટા CoWIN APP પર પણ અપલોડ કરવામાં આવશે. DCGI એ નવા ડ્રગ્સ ક્લિનિકલ ટ્રાયલ નિયમો 2019 હેઠળ આ મંજૂરી આપી છે. વિષય નિષ્ણાત સમિતિ (SEC) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ 19 જાન્યુઆરી 2022 ના રોજ તેની નિયમિત બજાર મંજૂરી માટે ભલામણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.