Headlines
Home » ગુજરાત BJP ના પ્રદેશ પ્રમુખ CR પાટીલે મોદી સરકારના 9 વર્ષના કાર્યનું નવસારીમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું

ગુજરાત BJP ના પ્રદેશ પ્રમુખ CR પાટીલે મોદી સરકારના 9 વર્ષના કાર્યનું નવસારીમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું

Share this news:

સાંસદ સી.આર. પાટીલે નવસારીમાં ભાજપના શાસનના 9 વર્ષની પ્રભાવશાળી કામગીરી અંગે વિગતવાર રજૂઆત કરી હતી જેમાં શહેરના 5000 થી વધુ વેપારી વકીલો અને બૌદ્ધિકોએ હાજરી આપી હતી.

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે, નવસારીના બીઆર ફાર્મ્સ ખાતે વિકાસ કાર્યોની આકર્ષક રજૂઆતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તબીબો, વકીલો, વેપારીઓ, ખેડૂતો સહિત ભાજપના કાર્યકરો અને લગભગ 5 હજાર લોકોએ એક સાથે આ પ્રેઝન્ટેશન જોયું હતું.

કોરોના સમયે દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલી સ્વદેશી રસી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેનનું સપનું, બિઝનેસ કરવામાં સરળતા, ઉજ્વલા યોજના, સ્કીલ ઈન્ડિયા, દેશમાં રમતગમતની સંસ્કૃતિ, વિદેશમાં ભારતનું મોખરાનું સ્થાન, રામ મંદિર. આવા કેટલાક મુદ્દાઓ પર વિસ્તૃત વિડિયો ગ્રાફિક્સ સાથેની એક અત્યાધુનિક પ્રસ્તુતિ, સંરક્ષણનું સ્વદેશી ઉત્પાદન, લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *