ગુજરાત ભાજપના પ્રમુખ સી . આર . પાટીલે કહ્યું કે AAP ના વાયદા ચાઈનીઝ છે. આમ આદમી પાર્ટી હમેશા ખોટા વાયદાઓ કરવામાં સૌથી આગળ છે.સૌથી વધુ રોજગારી ગુજરાતે આપી છે.ગુજરાતમાં અમારી સરકારે સૌથી વધુ રોજગારી આપનાર સરકાર બની છે તેવું CR પાટીલનું કહેવું છે.વધુમાં કહ્યુ કે પહેલેથી જ ગુજરાત સારો વિકાસ કરી રહ્યું છે . નોકરીની લાલચ આપવામાં આવે છે તે બંધ કરે . ગુજરાતીઓને મૂર્ખ બનાવવાનું આમ આદમી પાર્ટી બંધ કરે . CR પાટીલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે તમારા ચાઈનીઝ વાયદાઓ ગુજરાતમાં કરવાના બંધ કરો.ગુજરાતમાં અમે સૌથી વધુ રોજગારી આપવાનું કામ કર્યું છે. આમ તો ચૂંટણી જેમ નજીક આવી છે તેમ તેમ બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે વાક યુદ્ધ વધતું જઈ રહ્યું છે.હમણાં 2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે ઘણા વાયદાઓ કર્યા હતા તેમાં 10 લાખ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો જેને લઈને આજે CR પાટીલે આમ આદમી પાર્ટી પર મોટો પ્રહાર કર્યો હતો