ભરૂચ જિલ્લામાં તહેવારો ટાળે બુટલેગરો માથું ઉચકતા હોય તેમ એક બાદ એક સ્થળે થી પોલીસે દરોડા પાડી લાખોની કિંમત નો ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો છેલ્લા એક માસ માં ઝડપી પાડ્યો છે,તેવામાં તહેવારો વચ્ચે નશાનો વેપલો ધમધમાવવા ભરૂચ તરફ લઇ ને આવતી એક સ્વીફ્ટ કાર માંથી મોટા પ્રમાણ માં શરાબ નો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે,
ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલીંગ માં હતા દરમિયાન મળેલ બતમીના આધારે ભરૂચ જિલ્લાના વાલિયા રોડ પર આવેલ કોંઢ ગામ નજીક રોડ ની બાજુમાં પાર્ક કરેલ સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી નંબર GJ,27,BE 7137 માં ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ તલાશી લેતા ગાડી માંથી ભારતીય બનાવટ ની વિદેશી શરાબ ની નાનીમોટી કુલ ૧૫૧૧ બોટલ કિંમત રૂપિયા ૧,૫૭,૦૮૦ ના મુદ્દામાલ ને પકડી પાડી મામલે આરોપી જીગ્નેશ ઉર્ફે રાજુ આમલેટવાળા રહે,અયોધ્યા નગર ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરી કુલ ૩,૫૭,૦૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી ના તહેવારો પહેલા ભરૂચ જિલ્લામાં ફરી એક વાર બુટલેગરોએ માથું ઊંચકી પોતાના નશાના કારોબાર ને વિકસાવવાની નેમ પકડી હોય તેમ જિલ્લામાં એક બાદ એક પોલીસ મથકો માં ઝડપાઇ રહેલા શરાબ ના જાથાઓ ઉપર થી કહી શકાય તેમ છે,તેવામાં નશાના વેપલો કરતા તત્વો સામે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ પણ તેઓના કારનામા ઓને ડામવા માટે કંઇક અંશે સફળ બની રહી છે