ચરોતર ક્રોશેટ ક્વીન્સના ડાયરેક્ટરશ્રી કોમલ નિરંજનભાઇ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તેમજ સહ ડાયરેક્ટરોની પહેલથી દિવાળીના તહેવાર નિમિત્તે આ કાલ કરવામાં આવેલ.જેમા ક્રોશેટથી થાલપોશ (તાસક ઉપર મુકવાનો રૂમાલ )( ક્રોશેટ હુક અને ઉનથી ) બનાવવામાં આવ્યો. આ થીમ રાખવાનું સૂચન કોમલ નિરંજનભાઇ પટેલએ આપેલ. ક્રોશેટથી થાલપોશ (તાસક ઉપર મુકવાનો રૂમાલ ) માટે જૂલિયાના બ્રટોનો યુટયુબ વિડિઓની ડીઝાઇન વિભાવરીબેનએ whatsapp ગ્રુપમાં મૂકયો.
સભ્યોએ આ વિડીયો જોઈને ક્રોશેટથી થાલપોશ (તાસક ઉપર મુકવાનો રૂમાલ ) બનાવ્યો. આ કાલનાં લીડર સાથેનું સંકલન કવિતા મરડેકર અને સોનલ કા.પટેલ એ કર્યું. પ્રેસનોટ કેતકી શાહ એ તૈયાર કરી. થાલપોશનાં ફોટા ભારતીબેન દૈયા દ્રારા CCQ facebook ગ્રુપમાં મુકવામાં આવ્યા . આ કાલમાં કોમલ નિરંજનભાઇ પટેલ, કેતકી શાહ, કવિતાબેન મરડેકર, , મંદાબેન શાસ્ત્રી, મોનલબેન મશરુ, લલિતાબેન ભાટી, સરોજબેન અગ્રવાલ, વર્ષાબેન પુરોહિત, , વિભાવરીબેન પટેલ, ગાયત્રીબેન રાવલ, સોનલ કા. પટેલ અને ડો.અમિતા દવેએ ભાગ લીધો હતો. ચરોતર ક્રોશેટ ક્વીન્સનાં ગ્રુપનાં સભ્યો નોકરી કરે છે કે ગૃહિણી છે. તેઓ પોતાના કામ ઉપરાંત સમયનો સદુપયોગ કરી ક્રોશેટથી વસ્તુઓ બનાવે છે. પોતાના હાથે બનાવેલ ક્રોશેટથી થાલપોશ (તાસક ઉપર મુકવાનો રૂમાલ)દિવાળી નાં તહેવાર નિમિત્તે ઘરમાં સુશોભન થાય તેમજ ભેટ આપી શકાય તેવા હેતુથી આ કાલ કરવામાં આવેલ.