જો તમારા ખાતામાં અચાનક કરોડો રૂપિયા આવી જાય તો તમે શું કરશો? શું તમે બધા પૈસા ખર્ચ કરશો અથવા તમે થોડો સમય વિચારશો કે આ પૈસા કોના છે અને પોલીસને તેની જાણ કરવી જોઈએ? પરંતુ એક વ્યક્તિએ કંઈક એવું કર્યું છે, જેના કારણે તે આજે જેલમાં સજા કાપી રહ્યો છે. આ વ્યક્તિના ખાતામાં ભૂલથી અચાનક કરોડો રૂપિયા આવી ગયા હતા. પરંતુ આ વ્યક્તિએ આ વિશે કોઈને જાણ કરી ન હતી અને લગભગ 6 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ પછી પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો.
આ વ્યક્તિનું નામ અબ્દેલ ધાડિયા છે. તે 24 વર્ષનો છે અને રેપર છે. તેને પશ્ચિમ સિડનીમાં બરવુડ લોકલ કોર્ટમાં 18 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે. અબ્દેલ ભૂલથી ખાતામાં રહેલા પૈસાથી સોનું અને કપડાં ખરીદ્યા હતા અને પૈસા વિદેશી હૂંડિયામણમાં રોક્યા હતા.
તારા થોર્ન અને તેના પતિ એક ઘર ખરીદી રહ્યા હતા અને તેના માટે તેમણે કોમનવેલ્થ બેંક ખાતામાં લગભગ 63 મિલિયન રૂપિયા ભરવાના હતા. પરંતુ ભૂલથી આ પૈસા અબ્દેલના ખાતામાં ગયા, જેમાંથી અબ્દેલે લગભગ 5 કરોડ 80 લાખ રૂપિયા ખર્ચ્યા. જો કે, રેપર અબ્દેલે તેના આરોપો સ્વીકારી લીધા છે અને હાલમાં જેલમાં તેની સજા કાપી રહ્યો છે. હવે તે ઓક્ટોબર 2023માં પેરોલ માટે અરજી કરી શકે છે