2020માં સાયબર હુમલાને કારણે ભારતને 1.24 લાખ કરોડનું નુકસાન થયું હતુ. આ સાયબર હુમલામાં ચીન સહિતના અનેક દેશના હેકરો સામેલ હતા. ભારત સાથે સરહદે સર્જાયેલા વિવાદને કારણે મોદી સરકારે દેશમાં અનેક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. જેને કારણે બંને દેશના વેપાર ધંધાને પણ અસર પહોંચી છે. બીજી તરફ કોરોના વાયરસ ફેલાવા પાછળ ચીનનો હાથ હોવાના આરોપો સાથે ચાઈનીઝ પ્રોડકટનું વેચાણ પણ ભારતમાં ઘટી ગયું છે. તેથી કારણે ચીન અકળાયું હતુ. જયારે 2020માં જ ચીન દ્વારા ભારત સાથે સંકળાયેલા સેકટરો, ઉદ્યોગોની ઓનલાઇન માહિતીની ચોરી અને સાયબર હુમલામાં પ્રયાસરત થયું હતુ. 2020માં ચીન અને દુનિયાના અન્ય દેશના હેકરો દ્વારા કરાયેલા હુમલાથી ભારતને મોટું નુકસાન થયું છે. આવી ઘટનાઓને રોકવા માટે કેંદ્ર સરકાર ટુંક સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે નવા આદેશ જારી કરવા વિચારણ કરી રહી છે. આ માટે વિશેષ ગાઇડ લાઇન પણ સરકારે બનાવી દીધી છે.
ટેકનોલોજી અને ઈન્ટરનેટ ઉપભોગતા માટે આગામી છ મહિનામાં નવી ગાઈડલાઈનને અમલી બનાવાય તેવી શકયતા છે. હાલમાં થયેલા એક સરવે મુજબ સાયબર હુમલાથી કારણે ભારતને એક જ વર્ષમાં 1.24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજો મુકાયો છે. ટેલિકોમ નેટવર્કના સોફ્ટવેર અને હાર્ડવેર કમ્પોનન્ટ્સના માધ્યમથી સૌથી વધુ સાયબર એટેક કરવામાં આવ્યા હતા. દેશમાં 4જી ટેક્નોલોજી છે અને આગામી દિવસોમાં 5જી ટેક્નોલોજી આવવાની તૈયારી છે તેવા સમયે સાયબર સુરક્ષા એક મોટો પડકાર બની રહેશે. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી દ્વારા જારી એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, 2020માં દુનિયાના કેટલાય દેશમાં સાયબર હુમલા થયા છે. જેમાં સૌથી વધુ હુમલાનો ભોગ બનનારા ત્રણ દેશમાં ભારત પણ છે. સાયબર ક્રાઇમને કારણે ગત વર્ષે 2020માં ભારતને 1.24 લાખ કરોડનું નુકસાન વેઠવુ પડયું હતુ. હાલમાં પાકિસ્તાન ઉપરાંત ચીનના હેકર્સ દ્વારા સાયબર હુમલા વધી ગયા છે. જેઓનો મુખ્ય ટાર્ગેટ ભારતનું બેંકિંગ, ફાઇનાન્સ સેક્ટર છે. આ ઉપરાંત અન્ય સેક્ટર ટ્રાન્સપોર્ટ, સરકારી યંત્રો, પાવર, સ્ટેરેજિક સેક્ટર પણ ટાર્ગેટ પર છે. જેને પગલે હવે ટેલિકોમ સેક્ટર માટે નવા આદેશ જારી કરવાની સરકારે તૈયાર કરી છે. ટેલિકોમ સેક્ટરના કેટલાક મહત્વના નિષ્ણાંતો સાથે આ વિષયની ચર્ચા કરવા બેઠકનું આયોજન કરાયું છે.