વલસાડ : દાનહના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા પ્રકરણમાં મુંબઈ પોલીસે પ્રશાસક પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ દાખલ કરી દીધી છે.ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ભારતભરના ભાજપ વર્તુળમાં હડકંપ મચી જવા પામ્યો છે. ડેલકર પરિવારના સદસ્યોની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે પ્રફુલ્લ પટેલની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ કર્યો છે. મોહન ડેલકરની 15 પાનાની સ્યુસાઈડ નોટમાં ઘણા લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પ્રફુલ્લ પટેલનું નામ પણ સામેલ હતું.પોલીસે દાદરા નગર હવેલીના કલેક્ટરની સામે પણ ફરિયાદ નોંધી છે.મુંબઈ પોલીસે આઇપીસીની કલમો 306,506,389,120 B મુજબ 9 સામે ફરિયાદ દાખલ કરી તપાસ આરંભી દીધી છે.
જેઓની સામે ફરિયાદ દાખલ થી છે તે આરોપીઓના નામ
1) દાદરાનગરના પ્રસાશક પ્રફુલ પટેલ
2) કલેક્ટર સંદીપ સિંહ
3) આઇપીએસ શરદ દરાડે,
4) દાનિક્ષ કેડરના અધિકારી આરડીસી અપૂર્વ શર્મા
5) સંઘપ્રદેશના આઇપીએસ ડીવાયએસપી મનસ્વી જૈન
6) ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ મનોજ પટેલ
7) લો સેક્રેટરી રોહિત યાદવ,
8) સેલવાસ ભાજપના આગેવાન ફતેસિંહ ચૌહાણ
9) સર્કલ દિલીપ પટેલ પટેલ
મુંબઈ પોલીસે આ તમામ મોટા માથાઓ વિરુદ્ધ ગુનો નોંધાતા સંઘ પ્રદેશ દમણ દાદરાનગરમાં હડકંપ મચી જવા પામ્યો છે.આ તમામ પૈકી IRS ,IPS અધિકારીઓ દ્વારા મોહન ડેલકરને સખ્ત ત્રાસ આપવામાં આવ્યો હતો જેને લઇ સાંસદ ડેલકરે મુંબઈ જઈ આપઘાત કરી લીધો હતો.હવે આ મામલે મુંબઈ પોલીસે મોટા અધિકારીઓને પકડવા મેદાને આવે તેવી શક્યતાઓ વચ્ચે દાદરાનગર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે પણ આવનારા દિવસોમાં ધમાસાણ સર્જાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલના તબબકે લાગી રહ્યું છે.બીજી તરફ ભાજપ તરફ પ્રેમ રાખતા અને મૂળ અરરેસેંસ કેડેરના પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીના નિકટવર્તી હોવાથી પણ શિવસેના અને ભાજપ વચ્ચે પહેલાંથી તણખા ઝરી રહ્યા છે ત્યારે મુંબઈ પોલીસે 9 જણા વિરુદ્ધ ગુનો નોંધતા રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ચૂક્યું છે અને ડેલકરના સમર્થકો તેમજ સંઘપ્રદેશના લોકોને ન્યાય મળે એવી આશા પણ પ્રબળ બની છે.હાલના તબબકે સમગ્ર પંથકમાં ખાસ કરીને આઇપીએસ અને આઈરિશ લોબીમાં સ્ન્નાટો છવાઈ જવા પામ્યો છે.