દુનિયાને માથેથી હજી કોરોનાનું સંકટ ટળ્યુ નથી. ત્યાં હવે બીજા એક વાયરસનો ખતરો હોવાની વાત વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં નવા પ્રકારના કોરોના વાયરસે દેખા દીધા બાદ તેનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના આ બદલાયેલા સ્વરૂપે દુનિયામાં ચિંતા વધારી છે. આ નવા વાયરસને ફેલાતો અટાકાવવા માટે દુનિયાના તમામ દેશોની મુસાફરી કરવા પર અંકુશ લગાવી દેવામાં આવ્યા છે.
દરમિયાન એક વૈજ્ઞાનિકે નજીકના ભવિષ્યમાં અનેક પ્રકારના વાયરસ સામે આવશે તેમ જણાવ્યું છે. 1976માં ઈબોલા બિમારીની શોધ કરનારા વૈજ્ઞાનિક પ્રોફેસર ડૉ જીન-જેક્સ તામ્બ્ફુમે ફોડ પાડતા કહ્યું હતુ કે, આવનાર દિવસોમાં નવો વાયરસ પૃથ્વી પર સામે આવી શકે છે જે કોરોના કરતા પણ વધારે જોખમકારક હશે. ભવિષ્યમાં અનેક પ્રકારના વાયરસનો ભોગ માણસ બની શકે છે. જેમાં કેટલાક તો હાલ હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ કરતા પણ વધારે નુકસાન કરશે.
આ વાયરસ ફેલાવવાની શરૂઆત આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વર્ષાવનોથી શરૂ થઈ છે. દુનિયામાં એવા સમયમાં પ્રવેશી રહી છે જયારે નવા નવા રોગો અસ્તિત્વમાં આવશે. 1976માં ઈબોલા વાયરસની જ્યારે શોધ થઈ ત્યારે ડો. તામ્બ્ફુમ પીડિત લોકોના બ્લડ સેમ્પલ લેનારા મુખ્ય લોકો પૈકીના એક હતાં. ઈબોલા એક ઘાતક બિમારી હતી. જે રક્તસ્ત્રાવના કારણે થાય છે. જ્યાંથી વૈજ્ઞાનિકોને આ વાયરસ મળી આવ્યો હતો તેની પાસે જ એક ઈબોલા નામની નદી હતી. જેને જેરે ઝૈરના નામથી પણ ઓળખવામાં આવતી હતી. બાદમાં વૈજ્ઞાનિકોએ આ વાયરસનું નામ ઈબોલા રાખી દીધું હતું.