અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની ગર્લફ્રેન્ડ કહેવાતી પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાતને હવે ઈમરાન ખાન પસંદ પડી રહ્યા છે. આ ઉપરાંત તેણી ટૂંક સમયમાં જ પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય થાય તેવા સંકેતો પણ છે. તેણીએ હાલમાં જ ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના વખાણ કર્યા હતા. બીજી તરફ હયાત અને ઈમરાન વચ્ચેના સંબંધો વિશે દારુદે તપાસ શરુ કરાવી દીધી છે. દાઉદની ગર્લફ્રેન્ડ મહવિશ હયાત હવે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવાના સપના જોઇ રહી છે. હાલમાં જ ‘ટ્રિબ્યુન’ના રિપોર્ટ પ્રમાણે તેણીએ એક સ્થાનિક મીડિયાને ઇન્ટરવ્યુ આપતા કહ્યું હતુ કે, જો ક્રિકેટર પ્રધાનમંત્રી બની શકે છે તો અભિનેત્રી પણ પીએમ બની શકે છે. દેશમાં બદલાવ લાવવા માટે ટૂંક સમયમાં હું રાજકારણમાં પગ મૂકીશ.
મહવિશે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (PTI)ના પણ ખૂબ વખાણ કર્યા હતા. તેણીએ કહ્યું હતુ કે, તેના સત્તામાં આવ્યા બાદ સમાજ અને લોકોની વિચારસરણીમાં સકારાત્મકતા દેખાય રહી છે. રાજકારણમાં આવતા પહેલાં ઇમરાન ખાન ઉત્તમ ક્રિકેટર હતા. દેશના આગળના પ્રધાનમંત્રી બનવા માટે ઇમરાન ખાનને રાજકારણમાં પડકાર ફેંકવા માંગે છે? તેવા સવાલના જવાબમાં મહવિશે સ્પષ્ટ કર્યું હતુ કે, હું ઇમરાન ખાનને મદદરુપ થવા માંગુ છુ. જો કે, ભવિષ્યમાં તેમના પછી કોઈએ તો જગ્યા લેવી પડશે. ઇમરાન ખાને હયાતને પ્રભાવિત કરી છે. મહવિશે એ પણ દાવો કર્યો કે ઇમરાન ખાન જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. બીજી બાજુ હયાતનું આ વલણ દારુદને પસંદ આવ્યું નથી. ઉંમરમાં 27 વર્ષ નાની મહવિશ અત્યારે દાઉદની સૌથી મોટી નબળાઇ છે. તેના ઇશારા પર મહવિશને નાગરિક સમ્માન ‘તમગા-ઇ-ઇમ્તિયાઝ’ અપાયું હતુ. આવા સંજોગોમાં હયાતનું ઈમરાન તરફ ઢળવા અંગેના સમાચારો બાદ દારુદે તપાસ શરુ કરાવી હોવાનુ પણ ચર્ચામાં આવ્યું છે.